વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ હશે ગુજરાતમાં; ગુજરાતના બજેટમાં મોટું એલાન, ગિફ્ટ સિટીમાં પણ બનશે
બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે.
Gujarat Budget 2024 Gujarat will have the longest riverfront in the world; A big announcement in budget

બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે.
અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ કરી રહ્યા છે. કનુ દેસાઈ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે.
આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે.
આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે.
આ બાદ રિવરફ્રન્ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.