દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને 3 દિવસના જામીન મળ્યાં છે. મનિષ સિસોદીયાને પહેલી વાર રાહત મળી છે.
દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પહેલી વાર રાહત મળી છે. દિલ્હી કોર્ટે તેમને તેમની ભત્રીજીના લગ્ન માટે 3 દિવસના જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. તેઓ 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન જેલની બહાર રહેશે. સિસોદિયાએ ભત્રીજીના લગ્નમાં ભાગ લેવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસેથી વચગાળાના જામીન માંગ્યા હતા જેને કોર્ટે મંજૂર કર્યાં હતા.
1 વર્ષ બાદ બહારની હવાનો શ્વાસ લેશે
14 ફેબ્રુઆરીએ તેમની ભત્રીજી લખનઉમાં લગ્ન કરી રહી છે. ઇડીએ મનીષ સિસોદિયાની અરજીનો વિરોધ કર્યો હતો. જો કે કોર્ટે સિસોદિયાની અરજી માન્ય રાખીને તેમને ત્રણ દિવસ માટે લખનઉ જવાની મંજૂરી આપી હતી. તેમની ધરપકડ પછી આ પહેલીવાર છે જ્યારે સિસોદિયા જેલની બહાર રાત વિતાવશે. મનિષ સિસોદીયાને પહેલી વાર રાહત મળી છે.
26 ફેબ્રુઆરીએ થઈ હતી ધરપકડ
ઉલ્લેખનીય છએ કે કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મનીષ સિસોદિયાની સીબીઆઈએ ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. આ પછી ઈડીએ પણ તેમને કસ્ટડીમાં લીધાં હતા ત્યારથી તેઓ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. નીચલી કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. તેમણે પત્નીની બીમારીનો હવાલો આપીને પણ રાહતની માંગ કરી હતી. જોકે, તાજેતરમાં જ તેને અઠવાડિયામાં એક વાર પત્નીને મળવાની મંજૂરી મળી હતી.