રાયપુરમાં મોબઇલની ચોરી કરી હોવાની શંકા આધારે બે શખ્સોએ ઢોર માર મારતા યુવકનું સારવાર મોત થયું હતું.
અમદાવાદ : રાયપુરમાં મોબઇલની ચોરી કરી હોવાની શંકા આધારે બે શખ્સોએ ઢોર માર મારતા યુવકનું સારવાર મોત થયું હતું. જેમાં ખાસ કરીને તા.૨ના રોજ રાયપુર ચકલાથી વહેલી સવારે મારતા મારતા ઘરે લાવ્યા હતા. જો કે અચાનક દુખાવો ઉપડતાં યુવકને ત્રણ સારવાર માટે ત્રણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે બે મિત્રો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અચાનક દુખાવો થતા ત્રણ હોસ્પિટલ બદલી સારવાર દરમિયાન સાત દિવસે મોત થતા કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો.
રાયપુર દરવાજા પાસે રહેતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશન સીટીએમ ખાતે રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાના મોબાઇલ ચોરી થઇ હોવાની શંકા રાખીને તા. ૧ના રોજ ફરિયાદીના દિકરા સાથે તકરાર કરી હતી.
એટલું જ નહી ફરિયાદીના દિકરાને રાયપુર ચકલા ખાતે લઇ ગયા હતા અને તા. ૨ના રોજ સવારે ચાર વાગે મારતા મારતા તેમના ઘર સુધી લાવ્યા હતા અને ફરિયાદીને તમારા દિકરાએ તેમના બન્નેના મોબાઇલની ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરીને તમારો દિકરો સાચું બોલતો નથી એટલે અમે મારતા મારતા લાગ્યા છે કહીને આરોપીઓ જતા રહ્યા હતા. સવારે દસ વાગે દુખાવો થતાં તેને સારવાર માટે પ્રથમ સિવિલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં અને છેલ્લે એલ.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ગઇકાલે સારવાર દરમિયાન ડોક્ટરે મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.