રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા અંગે હરભજન સિંહની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું !

Spread the love

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અનેક રાજકીય પાર્ટી દ્વારા અસ્વીકાર કર્યા બાદ આવ્યુ હરભજન સિંહનું આ નિવેદન

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની તાડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. દેશવાસીઓમાં આ દિવસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન સહિત અનેક ભારતીય ક્રિકેટર્સને આમંત્રણ મળ્યું છે.

બીજી તરફ ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આ કાર્યક્રમમાં સામેલ થવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘ભલે કોઈ જાય કે, ન જાય પરંતુ હું આ કાર્યક્રમમાં સામેલ થવા માટે અયોધ્યા જશે.’

હરભજન સિંહનું આ નિવેદન અનેક રાજકીય પાર્ટી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ આવ્યુ છે. હરભજને સ્પષ્ટ કર્યું કે, તે આજે જે કંઈ પણ છે તે ભગવાનના આશીર્વાદના કારણે જ છે. 

આ મારું સૌભાગ્ય છે: હરભજન સિંહ

હરભજને કહ્યું કે, ‘આ મારું સૌભાગ્ય છે કે, આ સમયે આ મંદિર બની રહ્યું છે. તેથી આપણે બધાએ જવું જોઈએ અને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. ભલે કોઈ જાય કે ન જાય પરંતુ હું ભગવાનમાં આસ્થા રાખું છું તેથી હું જરૂર જઈશ… મને એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે, કઈ પાર્ટી આ કાર્યક્રમમાં સામેલ થશે અને કઈ પાર્ટી સામેલ નહીં થશે. પરંતુ હું જરૂર સામેલ થઈશ.’

કોંગ્રેસ પર કટાક્ષ કરીને બીજી પાર્ટીઓ પર પણ સાધ્યુ નિશાન

હરભજન સિંહે આ દરમિયાન કહ્યું કે, ‘બીજી પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યુ અને કહ્યું કે, જો કોંગ્રેસે આ કાર્યક્રમમાં જવું હોય તે જાય. જો કોઈને મારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવા પર મુશ્કેલી હોય તો તેમને જે કરવું હોય એ કરી શકે. હું ભગવાનમાં વિશ્વાસ રાખુ છું. મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે તેથી હું તો આશીર્વાદ લેવા માટે જરૂર જઈશ.’


Spread the love

Related Posts

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

IPL 2024 :મુંબઈ સામે હૈદરાબાદે રચ્યો ઇતિહાસ, Breaking News 1

Spread the love

Spread the loveIPL 2024 :હૈદરાબાદે 20 ઓવરમાં 277 ફટકારી IPLના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવી દીધો છે IPL 2024 :આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *