રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા જયદિપસિંહ જાડેજાની આર્મી ટેન્ક સાથેનો એક વીડિયો વાયરલ થયો છે
રિલ્સના ક્રેઝથી ધારાસભ્યનો દીકરો પણ દૂર ન રહી શક્યો. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા જયદિપસિંહ જાડેજાની ટેન્ક સાથેનો એક વીડિયો વાયરલ થયો છે. આ ટેન્ક આર્મીની છે. અને પોતે ટેન્ક પર બેઠા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

શોખ પુરા કરવા નિયમોને નેવે મુકવા કેટલા વ્યાજબી છે?
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સવાલ ઉઠ્યા છે કે આર્મીની ટેન્ક પર આ રીતે બેસવાની મંજૂરી કોણે આપી? વીડિયોના શોખ પુરા કરવા નિયમોને નેવે મુકવા કેટલા વ્યાજબી છે.? ધારાસભ્યના દીકરા તરીકે વગનો ઉપયોગ કરીને આ વીડિયો બનાવ્યો છે કે શું? તેવા અનેક સવાલો આ વીડિયોને લઇ થઇ રહ્યાં છે.