રાજસ્થાન
રાજસ્થાનનાં નાગોરમાં એક મામાએ પોતાના ભાણેજનું 1.31 કરોડનું મામેરું ભર્યું. હનુમાન રામ પોતાની સાથે 600 સબંધીઓ અને ગ્રામજનો સાથે ગાડીઓનો કાફલો લઈને પોતાના ભાણેજનું મામરૂ લઈને પહોંચ્યા હતા.
રાજસ્થાનના નાગોર જિલ્લાના એક ખેડૂત ભાઈએ પોતાની બહેનના પુત્રના લગ્નમાં દીલ ખોલીને મામેરૂ કર્યું છે. જેને જોઈને દરેક લોકો ચોંકી ગયા છે. રાજસ્થાનમાં મામેરૂ કરવાની પ્રથા અંગે ફરી એક વખત નાગોરના લગ્ન રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં ચર્ચા છે. સોમવારે ત્યાં એક ખેડૂતે ભાણેજના લગ્નમાં એક કરોડ 31 લાખ રૂપિયાનું મામેરૂ આપ્યુ હતું.
આ મામેરામાં 21 લાખ રૂપિયા રોકડા, 28 તોલા સોનું, 75 લાખ રૂપિયાનો પ્લોટ, 15 લાખ રૂપિયાની કાર અને અન્ય વસ્તુઓ સામેલ હતી. આ મામેરૂ નાગોર જિલ્લાથી 55 કિલોમીટર દૂર ખિંવસર વિધાનસભા ક્ષેત્રના ધારણવાસ ગામમાં કરવામાં આવ્યું હતું. જોધપુરના ચતાલિયા ગામના ખેડૂત પુનારામ સિયાગને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર હનુમાન રામ સિયાગ છે. તેમની મોટી પુત્રી મંજુ દેવીના લગ્ન ધરણાવાસના રહેવાસી રામકરણ મુંડેલ સાથે થયા હતા.
મંજુ દેવીના પુત્ર જીતેન્દ્રના લગ્ન સોમવારે નાગડી ગામની પૂજા સાથે થયા હતા. બહેનના પુત્રના લગ્નમાં ભાઈ હનુમાન રામ સિયાગે ગોટેદાર ચૂંદડી ઓધાડીને લગભગ 1 કરોડ 31 લાખ રૂપિયાનું મામરૂ આપી પ્રથા નિભાવી હતી. હનુમાન રામ સિયાગ પોતાની બહેનના પુત્રના લગ્નમાં મામેરૂ ભરવા માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા હતા. હનુમાન રામ પોતાની સાથે 600 સબંધીઓ અને ગ્રામજનો સાથે ગાડીઓનો કાફલો લઈને પોતાના ભાણેજનું મામરૂ લઈને પહોંચ્યા હતા.
રાજસ્થાનનાં નાગોરમાં ભાણીયા અને ભાણિયોના લગ્ન અને બહેનને આપવામાં આવતા મામેરાને લઈને દેશભરમાં પ્રખ્યાત છે. જયલ, ખિયારા, ધીંગસરા સહિતના જિલ્લાના અન્ય ગામો બાદ ધરણાવાસમાં પણ એક કરોડથી વધુ રકમનું મામેરુ ચર્ચામાં આવ્યું છે તને ખેતી કરતા ખેડૂતો તેમની બહેન માટે દિલ ખોલીને મામેરુ કરી રહ્યા છે જેની સમગ્ર મારવાડ મા ચર્ચા થઈ રહી છે
28 તોલા સોનુ 21 લાખ રૂપિયા : સોમવારે ખીરસરના ધરણાવાસ ગામના ચોટલીયા ગામ થી આવેલા મામા અને દાદાએ તેમની બહેન મંજુ દેવી માટે તેમના ભત્રીજાના લગ્ન માટે એક કરોડ 31 લાખ રૂપિયાની રકમ ચૂકવી હતી. ધરણાવાદમાં રહેતા રામ કરણ મુંડેલ ના પુત્ર જીતેન્દ્ર મુંડેલના સોમવારે લગ્ન હતા. આ રહેવાસી નાના પુનારામ ગોરધનરામ અને મામા હનુમાન શિયાગે બહેન મંજૂરી દેવીને જોધપુર શહેરી વિસ્તારમાં સોનુ રોકડ અને રહેણાંક પ્લોટ પેટમાં આપ્યો છે ભાઈએ બહેનને 28 તોલા સોનું આપ્યું છે જેની બજાર કિંમત 21 લાખ રૂપિયા છે સાથે જ 75 લાખની કિંમતનો પ્લોટ આપવામાં આવ્યો હતો સાથે પ્લેટમાં 21 લાખ રૂપિયા રોકડા અને એક કાર પણ આપવામાં આવી હતી જેની કિંમત રૂપિયા 15 લાખ છે
એક કિલોમીટર લાંબો કાફલો ભાઈ પોતાની બહેન માટે મામેરૂ ભરવા ચતાલિયા ગામથી અહીં પહોંચ્યા. તેમણે કહ્યું જ્યારે હું મામેરૂ ભરવા માટે ધરણાવાસથી નીકળ્યો ત્યારે લગભગ એક કિલોમીટર લાંબી વાહનોનો કાફલો મારી સાથે હતો. ભાઈ હનુમાન સીયાગે બહેન મંજુદેવીને ચૂંદડી ઓઢાઢી મામેરા પ્રથા શોભાવી હતી.