રાજકોટમાં 9 મહિનાની દીકરીને જનેતાએ એસિડ પીવડાવી દીધું! પોતે પણ આપઘાત કર્યો, Breaking News 1

Spread the love

રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યા બાદ માતાએ પણ એસિડ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. માતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જ્યારે 9 મહિનાની દીકરી સારવાર હેઠળ છે.

2 વર્ષ પહેલા સમાજન રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા

આ સમગ્ર મામલે ફરિયાદી ગાંડાભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે, તેઓ ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરે છે. તેમજ તેઓને સંતાનમાં એક 9 મહીનાની દીકરી છે. તેમજ તેઓનાં લગ્ન મઘરવાડા ગામે રહેતા ધનાભાઈ નારણભાઈ જાપડાની દીકરી મનિષા સાથે આજથી 2 વર્ષ પહેલા સમાજના રીત રિવાજ મુજબ થયેલા હતા.

પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ હાથ ધરાઈ

આ બાબતે ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પીએમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે મૃતક મહિલા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

link 1

link 2



Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *