રાજકોટ એઈમ્સ દ્વારા ઈમરજન્સી દવાની ડિલિવરીનું સફળ ટ્રાયલ કર્યું હતું, જેમાં ડ્રોન મારફતે દવાઓની ડિલીવરી કરવામાં આવી હતી. કનેક્ટિવિટી ન હોય તેવા વિસ્તારમાં ડ્રોન દ્વારા દવાની ડિલીવરી થઈ શકશે
રાજકોટ એઈમ્સ દ્વારા ઈમરજન્સીની સ્થિતિમાં દવાની ડિલિવરી સફળતાથી મોકલી શકાય તે માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં ડ્રોન મારફતે 40 કિમી દૂર દવાની ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં દવાઓ મોકલાઈ હતી. ત્યારે ઈમરજન્સીની ઘટનાઓમાં ડ્રોન દ્વારા દવાઓની ડિલિવરી ફાયદારૂપ સાબિત થશે. ત્યારે કનેક્ટિવિટી ન હોય તેવા વિસ્તારમાં ડ્રોન દ્વારા દવાની ડિલિવરી થઈ શકશે.
ડ્રોન મારફતે દર્દીઓ સુધી બને તેટલી ઝડપથી દવા પહોંચાડી શકીશું
જીલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ બાબતે જણાવ્યું હતું કે, એઈમ્સ દ્વારા સરપદડ આરોગ્ય કેન્દ્રથી ડ્રોન મારફતે ખોડાપીપરનાં આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચાડવામાં આવી હતી. તેમજ આવતીકાલે ડ્રોનથી બીજો ટ્રાયલ પણ કરવામાં આવનાર છે. તેમજ ઈમરજન્સી કેસમાં એઈમ્સ દ્વારા 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફત દર્દીઓ સુધી બને તેટલી ઝડપથી દવાઓ પહોંચાડી શકીશું.
ડ્રોનમાં 3 કિલોગ્રામ દવા મુકી 40 કિલોમીટર દૂર દવાની ડિલીવરી કરાઈ
આ બાબતે રાજકોટ એઈમ્સનાં સીડીએસ કચોટે વધુમાં જણાવ્યું હતું કે, અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે ડ્રોન સેવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોનમાં 3 કિલોગ્રામ દવા મુકી 40 કિલોમીટર દૂર દવાની ડિલીવરી કરવામાં આવી હતી.