રાજકોટમાં ક્રિકેટ રસીકો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટનાં ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી એક વખત ક્રિકેટનો જંગ જોવા મળશે.
રાજકોટ ફરી એક વખત ક્રિકેટનો જંગ જામી રહ્યો છે. જેમાં રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાવાની છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ 15 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. જેમાં ટિકિટનાં દર 500 થી 25000 નક્કી કરવામાં આવી છે.

ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા
ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે. જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા. 15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. રાજકોટમાં રમાનારી ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા છે.
ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાનાર છે. 11 ફેબ્રુઆરીનાં રોજ ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે. અને હોટલ સયાજી ખાતે રોકાશે. જ્યારે તા, 12 મી ફેબ્રુઆરીનાં રોજ ઈગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે.જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુંન હોટલમાં રોકાશે. રાજકોટમાં ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું
રાજકોટથી 12 કિમી દૂર ખંઢેરીમાં કુલ 75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. તેમજ સ્ટેડિયમની ડિઝાઈન તેમજ તેની બેઠક વ્યવસ્થા માટે 20 થી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઈનો જોયા બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી.