રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત જ છે જેને કારણે રોડ ઉપર વાહનો સાથે ઢોર ટકરાતા ટ્રાફિકની અડચણ થવા સાથે અનેક વખત અકસ્માત પણ થયેલ છે.

આવી જ પરિસ્થિતિ રાજકોટના જેતપુરમાં જોવા મળી અને અહીં પણ તંત્ર આ સમસ્યા સામે ઉદાસીન જોવા મળે છે, ત્યારે હાઇકોર્ટ રખડતા ઢોર બાબતે સરકારના આકરી ફટકાર લગાવી હોવા છતાં રેઢીયાળ ઢોર પકડની કામગીરી માત્ર કાગળ ઉપર હોવાનો ઘાટ સર્જાયો છે આવી બેદરકારીને કારણે જ રખડતા ઢોરની ઢીકથી એક ૯ વર્ષીય બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.


રાજ્યનું કોઈ પણ શહેર કે ગામ હોય ત્યાં અંદર પ્રવેશો એટેલ તરત જ રસ્તા ઉપર રેઢિયાળ ઢોર રોડ પર અડીંગો જમાવીને બેઠા હોય તે સામાન્ય બાબત બની ગઈ છે, રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પણ આવી જ હાલત છે, તેમાંય જેતપુરમાં તો મોટા ભાગે મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને જ્યાં ત્યાં વિસ્તારોમાં રખડતા જોવા મળે છે અહીં રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે. ત્યારે શહેરમાં ઢોરનો ત્રાસ અને રોડ પર ઢોરના અડીંગાને કારણે ટ્રાફિકજામની સમસ્યા તેમજ વાહન ચાલકો અનેકવાર અકસ્માતના ભોગ બનેલા છે. આમ છતાં અહીં રોડ ઉપર ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે,

રોડ રસ્તા ઉપર ઢોરના ત્રાસને લઈને ૬ દિવસ પહેલા જ જેતપુર ધોરાજી રોડ ઉપર એક ૯ વર્ષીય સમીર નામના બાળકને રખડતા ઢોરે અડફેટે લેતા મોત નીપજ્યું હતું, બાળક પોતાના ઘરે પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક બાળક ઉપર રખડતા ઢોરે હુમલો કરતા બાળકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થ ખસેડાયો હતો ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનો મહાલો છવાયો હતો, નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવી જરૂરી છે, ત્યારે અનેક વખત હાઇકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે,તેમ છતાં પણ ગ્રાઉન્ડ ઉપર રખડતા ઢોર નો ત્રાસ જોવા મળે છે,તંત્રએ તાત્કાલિક જાગીને રખડતા ઢોર ઉપર અંકુશ લાવવાની માંગ ઉઠી છે,…….

રખડતા ઢોર બાબતે જેતપુર શહેર ભાજપ સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ છે,ઢોર માલિકોને પણ નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે, સાથે જ રખડતા ઢોરને પકડીને બે જગ્યાએ રાખવાની પણ વ્યવસ્થા કરી હોવાનું કહ્યું હતું,હજુ પણ જો રખડતા ઢોર ક્યાંય હશે તો પાલિકા સાથે બેઠક કરી અને કઈ રીતે કામગીરી કરી શકાય તે બાબતે ચર્ચા કરીશું,પરંતુ જેતપુર શહેરમાં રખડતા ઢોર ત્રાસ ન હોવાનું નિવેદન આપી સબ સલામત હોવાના દાવા કરતા શહેર પ્રમુખ જોવા મળ્યા પરંતુ ગ્રાઉન્ડ ઉપર રખડતા ઢોરનો અડિંગો હજુ પણ જોવા મળે છે,

તંત્ર રખડતા ઢોર બાબતે કામગીરી કરતું હોવાનું વાત સાવ ખોટી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા એ કર્યો હતો,અને લોકોને ગેર માર્ગે દોરવાનું કામ છે તેવું કહ્યું હતું,જેતપુર શહેરમાં છાશવારે રખડતા ઢોરના કારણે અકસ્માતો થાય છે,9 વર્ષીય બાળકનું મોત થયું તે ખૂબ દુઃખની વાત છે, હવે તંત્રએ જાગવાની જરૂર છે,

અને રખડતા ઢોર બાબતે શહેર ભાજપ પ્રમુખ પણ મૌન છે અને તંત્ર પણ ઉદાસીન છે,હાઇકોર્ટની અનેક ટકોર બાદ પણ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી ન થતી હોવાનો અને રાખડત ઢોર બાબતે તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો હતો,