દારૂ અને બિયર લઇને જતા સગીરને પોલીસે ઝડપી લીધો
મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે પાણીગેટ પોલીસે દારૂની હેરાફેરી કરતા સગીરને પકડયો હતો.
માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો
તે દરમિયાન માહિતી મળી હતી કે,વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વનવીલા સોસાયટી પાસે રોડ પરથી મોપેડ પર દારૂ લઇને ત્રણ સવારી આરોપીઓ જવાના છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવીને (૧ૅ) સત્યમ રૃપસિંહ કુશવાહા ( રહે. પાવનધામ સોસાયટી, સમતા) (૨) અજય નરેન્દ્રભાઇ રાઠોડ ( રહે. શ્રદ્ધા એપાર્ટમેન્ટ, અલકાપુરી) તથા (૩) એન્સ હરેશભાઇ ધાયાણી (રહે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સમતા) ને ઝડપી પાડયા હતા. પોલીસે તપાસ કરતા મોપેડ પરથી વિદેશી દારૂની ૨૩ બોટલ કિંમત રૃપિયા ૧૦,૫૦૦ ની કબજે લીધી છે. દારૂ, મોપેડ, રોકડા અને ત્રણ મોબાઇલ ફોન મળી પોલીસે કુલ રૂપિયા ૫૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા સગીરને બિયરના ૪૪ ટીન તથા દારૂની ૪૩ બોટલ મળી કુલ રૂપિયા ૯,૨૦૦ નો શરાબનો જથ્થો કબજે લીધો છે.