Budget 2024 પહેલા Modi સરકારની મોટી જાહેરાત, Breaking News 1

Spread the love

વચગાળાના બજેટ પહેલા એક મોટી જાહેરાત મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો ઈમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરાઈ

ભારત સરકારે વચગાળાના બજેટ પહેલા એક મોટી જાહેરાત કરી છે જે મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે એક મોટી ભેટ સમાન છે. ભારત સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કમ્પોનન્ટ્સ અને પાર્ટ્સ પર આયાત ડ્યૂટી (Import duty)માં ઘટાડો કર્યો છે. હવે મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.

ઈમ્પોર્ટ ડ્યુટીમાં 5 ટકાનો કરાયો ઘટાડો

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમ સોકેટ, મેટલ પાર્ટ્સ, સેલ્યુલર મોડ્યુલ અને અન્ય મિકેનિકલ વસ્તુઓ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં 5 ટકાનો ઘટાડો કરાયો છે.

મોબાઈલ ફોન થશે સસ્તા

સરકારના આ નિર્ણયથી ભારતમાં ફોનનું ઉત્પાદન કરી રહેલી કંપનીઓ ખુશ-ખુશ થઈ ગઈ છે. કારણ કે હવે તેમને કાચા માલની આયાત પર ઓછો ટેક્સ ચૂકવવો પડશે. તેની અસર મોબાઈલ ફોનની કિંમતો પર પણ જોવા મળશે. સરકારના આ નિર્ણયથી મોબાઈલ ફોન સસ્તા થશે.

મેક ઈન ઈન્ડિયાને મળશે પ્રોત્સાહન

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી શકાય છે. રિસર્ચર્સના મતે સરકારનું આ પગલું મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપશે.

LINK 1

LINK 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *