અમદાવાદમાં મોટા જવેલર્સને ટારગેટ બનાવવા આવેલી યુ.પીની ગેંગ ઝડપાઇ. ક્રાઇમબ્રાંચે હથિયાર અને કારતુસ જપ્ત કર્યા
અમદાવાદ શહેરમાં મોટા જવેલર્સના કોઈ મોટા શો-રૂમમાં સશસ્ત્ર હથીયારો વડે ધાડ પાડવાની પુર્વ તૈયારી કરી રહેલ પરપ્રાંતિય ધાડપાડુ ટોળકીના ૦૬ વ્યક્તિઓને હથીયાર તેમજ મુદ્દામાલ સાથે ક્રાઈમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી
આરોપીઓની પુછપરછ દરમ્યાન તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશના વતની છે અને આરોપીઓ વિરૂધ્ધમાં ઉત્તરપ્રદેશના સંભલ, બદાયુ, મુરાદાબાદ તથા બિજનોર જીલ્લાઓના અલગ- અલગ પોલીસ સ્ટેશનોમાં લુંટ/ધાડ તથા ગેંગસ્ટર અધિનીયમ તથા ગંભીર પ્રકારના શરીર સબંધીઓ અનેક ગુનાઓ દાખલ થયેલ છે.
ત્યાં લોકલ પોલીસ સ્ટેશનોમાં આરોપીઓ ઓળખાય જાય તેમ હોય, અને તમામને નાણાંની જરૂરીયાત હોય, તમામ આરોપીઓ ભેગા મળી અમદાવાદ ખાતે આવેલ હત અને અમદાવાદ શહેરમાં ફરી મોટા જવેલર્સના કોઈ મોટા શો-રૂમની ખરાઇ કરી પોતાની પાસેના હથીયાર સાથે ધાડ પાડવાનો પ્લાન બનાવેલ હોવાનું અને આરોપીઓ આ રીતે ધાડ પાડવા માટેની તૈયારી કરી રહેલ હતા તે દરમ્યાન પકડાઈ ગયેલ હોવાની તમામ આરોપીઓએ કબુલાત કરેલ છે. જે અંગેની વધુ તપાસ તજવીજ પો.ઈ.શ્રી ડી.બી.બસિયા તથા પો.સ.ઈ.શ્રી વી.આર.ગોહિલ નાઓ ચલાવી રહ્યા છે.
શહેરના પાલડી મ્યુઝીયમ પાસેના છેલ્લાં ઘણા સમયથી કેટલાંક અજાણ્યા લોકો રહે છે. જેની હિલચાલ શંકાસ્પદ છે. જેના આધારે પોલીસે તપાસ કરતા છ લોકો મળી આવ્યા હતા. તેમની પાસેના થેલામાં.પોલીસને ત્રણ દેશી તંમચા, સાત કારતુસ અને તેમજ અન્ય હથિયારો મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો.
જેના આધારે સાહિદઅલી પઠાણ . રાજેન્દ્રસિંગ જાવટ , લેખરાજ યાદવ . સત્યરામ યાદવ , લેખરાજ સોલુંપાલ યાદવ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો કે સાહિંદઅલી પઠાણ તેની ગેંગ સાથે અમદાવાદમાં મોટા જ્વેલરી શોપમાં લૂંટ કરવાના ઇરાદે અમદાવાદ આવ્યા હતા.
તેમણે સીજી રોડ, સિંધુભવન રોડ, શીવરંજની સહિતના વિસ્તારોમાં આવેલા મોટા જ્વલરી શોપની રેકી પણ : કરી હતી અને આગામી બે થી ત્રણ દિવસમાં લૂંટ કરવાના હતા. ક્રાઈમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે આ ગેંગ લૂંટ કરતા સમયે ફાયરીંગ કરીને લોકોને જીવ લેવા સુધી તૈયારીમાં હતી અને અગાઉ પણ ઉત્તરપ્રદેશમાં મુખ્ય સાગરિત સાહિદઅલી, લેખરાજ યાદવ, સત્યરામ યાદવ અને રાજેન્દ્રસિંગ વિરૂદ્ધ. માત્ર ઉત્તરપ્રદેશમાં જ ૫૫થી વધુ ગુના નોંધાઈ ! ચુક્યા છે. પોલીસની પુછપરછમાં અન્ય ગુનાના ભેદ ઉકેલાશે.