માનવતા મહેકાવી : પરિવારથી વિખુટા પડેલ યુવાનને પરિવારજનો સાથે મિલન.
માનવતા મહેકાવી અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસે અરવલ્લી જિલ્લા પોલુસ વડા શેફાલી બરવાલ ની સ્પેશ્યલ મિસિંગ ડ્રાંઇવ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેઘરજ પોલીસે 7 માસ થી પરિવારથી વિખુટા પડેલ યુવાનને પરિવારજનો સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી.
છેલ્લા 7મહિનાથી પોતાના પરિવારથી જુદો પાડી ગયેલ મધ્ય પ્રદેશ નો એક યુવાન પેદલ અને ટ્રક ડ્રાઇવરોએ ટ્રક મા બેસાડી મધ્યપ્રદેશથી ગુજરાતના કોઈક અજાણ્યા ખૂણે છોડી દેતા આ યુવાન છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં આમતેમ ભટકી પોતાનું પેટ ભરી જીવન જીવતો હતો.
ત્યારે બુધવારની મધ્યરાત્રીએ આ યુવાન મેઘરજ નગરમાં એક ધાબળો લઈને આમતેમ આંટા ફેરા મારતા મેઘરજ ના એક અગ્રણી પેપર અને ન્યુઝ ચેનલના રિપોર્ટર આશિષભાઇ વાળંદ દ્વારા આ યુવકને પાસે બોલાવી ચા નાસ્તો કરાવી સાંત્વના પાઠવી પોતાનું નામ સરનામું પૂછતાં,
આ યુવક સામાન્ય અસ્થિર મગજનો હોવાનું અને નામ સિવાય કાંઈ બોલતો ન હોવાથી રિપોર્ટર આશિભાઈ એ મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે.તોમર નો સંપર્ક કરતા મેઘરજ પોલીસે 100 નંબર પીસીઆર ગાડી મોકલી આપી.
વિખુટા પડેલા યુવાનને મેઘરજ પોલીસ મથકે લઇ જય જમવાનું જમાડી મેઘરજ પીએસ આઈ વી.જે તોમર સહીત મેઘરજ ના ન્યુઝ ચેનલના રીપોટર મહેશભાઈ અને જયદીપભાઈ દ્વારા મોડા સુધી કાઉન્સેલિંગ કયુઁ હતું જેમાં આ યુવાન મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના સેલાણા તાલુકાના ચંદેર ગામનો હોવાનું અને પોતાનું નામ દિનેશ ગૌતમભાઈ નિનામા હોવાનું જણાવ્યૂ હતું.
મેઘરજ પોલીસે એક દિવસનો આશરો આપી બીજા દિવસે સવારે મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મિતુલભાઈ ભીખાભાઈ ચૌધરી, ટીઆરબી ભવાનભાઈ ડામોર, રિપોર્ટર આશિષભાઇ અને જાગૃત યુવક રાકેશભાઈ દ્વારા સોશિયલ મીડિયા મારફતે રતલામ જિલ્લાના પોલીસ કંટ્રોલ નો સંપર્ક કરી યુવાન ના પોલીસ સ્ટેશન વિસ્તારનો સંપર્ક કરી પરિવારનો સંપર્ક કરતા પોલીસ દ્વારા આ યુવાન 7 મહિનાથી ગુમ થયો હોવાનું અને તેની માતાએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હોવાનું જણાવા મળ્યું હતું.
ત્યાર પછી એમપી પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી વીડિયોકોલ મા માતા સાથે વાત કરાવતા એક સાત મહિનાથી વિખુટા પડેલ પુત્રનો અવાજ સાંભળતા માતા પુત્ર વીડિયોકોલ મા ચોધાર આંસુ એ રડવા લાગ્યા હતા.
અને મેઘરજ પોલીસ મથકે કરુણ દ્રશ્યો સર્જાયા હતા ત્યારે મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.જે. તોમરે આ વિખુટા પડેલ યુવકને માથે હાથ ફેરવી પોતાના દીકરાના જેવો વહાલ કરી સાંત્વના પાઠવી હતી.
અને પરિવારજનોને અને મધ્યપ્રદેશ પોલીસને ઝડપથી આ યુવાનની પરિવાર સાથે મિલન કરાવવા જણાવ્યું હતું ત્યારે મધ્યપ્રદેશ પોલીસને પણ આ વિખુટા પડેલ યુવાનની માહિતી મળતા મધ્યપ્રદેશ પોલીસે પણ જિલ્લા પોલીસ વડાની પરવાનગી લઇ આ વિખુટા પટેલ યુવાનને પોતાના પરિવાર સાથે મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરતા મોડીરાત્રે પરિવારજનો અને એમપી પોલીસ મેઘરજ આવી યુવાનને પરિવાર સાથે મિલન કરાવતા આનંદની લાગણી છવાઈ હતી અને અને મેઘરજ પોલીસે માનવતા મહેકાવી હતી.