મહારાષ્ટ્રમાં નબીરાએ મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડ સાથે કરી મારપીટ, ગાડી વડે ટક્કર મારી કચડવાનો કર્યો પ્રયાસ

પીડિતાની મોટી બહેનનો આરોપ છે કે અશ્વજીત ગાયકવાડ અને તેના નબીરા સાથીઓએ તેની બહેનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પહેલા પોલીસ સ્ટેશનમાં કોઈ મોટા વ્યક્તિના દબાણને કારણે પીડિતાની ફરિયાદ નોંધવામાં આવી ન હતી.
Instagram Influencer Priya Singh : દેશમાં નબીરાઓને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ જાણે બેફામ બન્યા છે. મહારાષ્ટ્રમાં એક અધિકારીના નશામાં ધૂત નબીરાએ પોતાની ગર્લફ્રેન્ડને કારથી જોરદાર ટક્કર મારીને કચડવાનો પ્રયાસ કર્યો હતો.
પીડિતાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના MDના પુત્ર અશ્વજીત ગાયકવાડ પર તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહે કારથી કચડીને મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. પ્રિયાએ સોશ્યલ મીડિયામાં તેની સાથે બનેલી ઘટના વર્ણવી હતી જેમાં તેના બોયફ્રેન્ડ અશ્વજીત ગાયકવાડે તેના મિત્રો સાથે મળીને પહેલા મારું અપમાન કરવાનું શરુ કર્યું હતું અને બાદમાં તેણે મને થપ્પડ મારી અને મારુ ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ મારા વાળ પકડીને મને જમીન પર પછાડીને તે તેના મિત્રો સાથે કારમાં બેસી ગયો હતો અને તેણે મને તેની કારથી જોરદાર ટક્કર મારી હતી અને મને ઈજાગ્રસ્ત હાલતમાં જ ત્યાં મૂકીને ફરાર થઈ ગયા હતા.
થાણે ક્રાઈમ: અશ્વજીત ગાયકવાડ મહારાષ્ટ્ર રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરના પુત્ર છે. તેણે તેની ગર્લફ્રેન્ડને મારવાનો પ્રયાસ કર્યો હતો.

MSRDCના સહ-નિર્દેશક અનિલકુમાર ગાયકવાડના પુત્ર અશ્વજીત ગાયકવાડે તેના મિત્રોની મદદથી તેની પ્રેમિકાને મારવાનો પ્રયાસ કર્યો હતો. અશ્વજીત ગાયકવાડે આ કૃત્ય કર્યું તે પછી યુવતીએ તેની પૂછપરછ કરતાં તે પરિણીત હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ કિસ્સામાં, યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને હવે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે તેની નોંધ લીધી છે. રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન રૂપાલી ચકાંકરે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને આ અંગે કાર્યવાહી કરીને રિપોર્ટ માંગ્યો છે.

પોલીસે અશ્વજીત અને તેના ત્રણ મિત્રો સામે ફરિયાદ નોંધી
પ્રિયા સિંહે તેના સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તેના હાથ, ખભા, પગમાં ઈજાઓ છે અને તેણે કેપ્શનમાં લખ્યુ હતું કે મને ન્યાય જોઈએ છે. હાલ પ્રિયા સિંહ ઈન્ફિનિટી મેડિસર્જ સેન્ટર હોસ્પિટલમાં દાખલ છે. પ્રિયાના કહેવા પ્રમાણે થાણેમાં રહેનાર અશ્વજીત ગાયકવાડ સાથે તે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં હતી અને થોડાક દિવસો પહેલા જ તેને જાણ થઈ હતી કે તેનો બોયફ્રેન્ડ અશ્વજીત પરિણિત છે તેમ છતાં પણ તેમના સંબંધ રાખ્યો હતો. પ્રિયાએ પોતાના પર થયેલા જીવલેણ હુમલા અંગે કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ મોટા વ્યક્તિના દબાણને કારણે તેની ફરિયાદ નોંધવામાં આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે અશ્વજીત ગાયકવાડના પિતાના ઘણા મોટા નેતાઓ સાથે ઉંડા સંબંધો છે જેને કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરી રહી હતી. જો કે પ્રિયાએ સોશ્યલ મીડિયામાં તેની સાથે બનેલી ઘટનાની વિગત શેર કરતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અશ્વજીત અને તેના ત્રણ મિત્રો સામે ફરિયાદ નોંધી હતી.