અમદાવાદના બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે જેમાં ચારથી પાંચ જેટલા શ્રમિકો દટાયા હતા જે પૈકી એકનું મોત થયું છે.
અમદાવાદના બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે જેમાં ચારથી પાંચ જેટલા શ્રમિકો દટાયા હતા જે પૈકી એકનું મોત થયું છે જ્યારે ત્રણની હાલત ગંભીર છે. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં જ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી છે અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે.

ત્રણની હાલત ગંભીર
શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોની પાસે આવેલી આઈસીઆઈસીઆઈ બેન્ક નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી છે. જ્યાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં ચારથી પાંચ શ્રમિકો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મોત થયું છે જ્યારે ત્રણનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું જેમાં બે મહિલા સામેલ હતી. રેસ્ક્યું કરાયેલા શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે શ્રમિકો જ્યારે બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જ ભેખડ ધસી પડી હતી. રેસ્ક્યું કરાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.