વિસાવદરનાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ પક્ષમાંથી રાજીનામું આપી છે.
વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ રાજીનામું સ્વીકારી મંજૂર કર્યું છે હવે છ માસમાં વિસાવદર ની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે આમ આદમી પાર્ટીમાં એક સાથે 13 તૂટે સ્થિતિ જોવા મળી છે હવે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય રહ્યા છે.
જો આમાંથી પાર્ટીના બીજા ધારાસભ્ય પક્ષ છોડીને જશે તો વિધાનસભાની ચૂંટણી નહીં આવે આ અંગે ઇશ્વરદાન ભાઈએ પ્રતિક્રિયા આપતા એવું જણાવ્યું હતું કે આ અમારા ધારાસભ્યને તોડવામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ છે.
ગુજરાતમાં AAPમાં મોટાપાયે ભંગાણ થવાના એંધાણ(ભૂપત ભાયાણી)
- વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા
- ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું
- બોટાદ અને ગારીયાધારના MLA રાજીનામું આપે તેવી ચર્ચા
There are also possibilities of two MLA’s resign : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં AAPના વધુ બે ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.
AAPને વધુ બે ઝટકા લાગે તેવી શક્યતા
આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે અને અધ્યક્ષ શંકર ચૌધરીએ આ રાજીનામાનો સ્વિકારી કર્યો છે તે સાથે જ ભૂપત ભાયાણીએ AAP સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે. AAPના વધુ 2 ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.
બોટાદ અને ગારીયાધારના MLA રાજીનામું આપી શકે
ભૂપત ભાયાણી સિવાય વધુ બે ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામુ આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો રહ્યા છે જો વધુ બે ધારાસભ્યો રાજીનામું આપશે તો ગુજરાત વિધાનસભામાં AAPના ધારાસભ્યોની સંખ્યા બે રહી જશે.