ભાવનગર શહેરના સંઘેડીયા બજાર વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી
ભાવનગર શહેરના સંઘેડીયા બજાર વિસ્તારમાં યુવાનના છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના પગલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી,

સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા અને કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ બેલીમની સંઘેડીયા બજાર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સએ છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે,
ઈલિયાસ ઇજાગ્રસ્ત થતા તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ઈલિયાસનું સારવાર દરમ્યાન મોત થયું હતું, આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, અત્યારનું કારણ જાણવા મળ્યું ન હતું, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે કોણે કરી, શું કામ કરી તે અંગે પોલીસ તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે ડીવાયએસપી આર. વી.ડામોરએ જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ઇલિયાસ અરૂણભાઇ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સો વચ્ચે ધંધાકીય લેતીદેતી બાબતે માથાકૂટ થઈ હતી, ધંધાકીય લેતીદેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે બાદ જ સાચું મોતનું કારણ જાણવા મળશે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.