ભાવનગર:આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળતા માતા અને જોડિયા બાળકોને નવજીવન

Spread the love

ભાવનગર

ભાવનગર

ભાવનગર જિલ્લાના માલણકામાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળતા માતા અને જોડિયા બાળકોને નવજીવન મળ્યું

ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર તાલુકાના માલણકા ગામે આવી પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ દરમ્યાન ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ આયુષ્માન કાર્ડના લાભાર્થી શ્રી સંજયભાઈ બારૈયાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

ભાવનગર તાલુકાના માલણકા ગામે શ્રીમતી કાંતાબેન સંજયભાઈ બારૈયા સગર્ભા હોવાથી તેઓ સબ સેન્ટરલપર તપાસ માટે ગયા જ્યાં સુપરવાઇઝર શોભનાબેન રાઠોડ અને જીવણભાઈ મકવાણા દ્વારા માર્ગદર્શન મળતાપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂભલી ખાતે તપાસ કરાવવા જતા ડોક્ટર કશ્યપભાઈ દવે, ડોક્ટર મુર્ગાબેન બધેકા દ્વારા તેમને સોનોગ્રાફી કરવાનું જણાવ્યું હતું. સોનોગ્રાફી દ્વારા જાણવા મળેયું હતું કે ગર્ભમાં જોડિયા બાળકો છે.

પ્રસૂતિ સમયની પરિસ્થિતિ ધ્યાને રાખી સ્થાનિક કર્મચારી પ્રજ્ઞાબેન ચૌહાણ અને કલ્પેશભાઈ પંડ્યા દ્વારા ભૂભલી લઈ જઈ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પીએમજેવાય કાર્ડ કઢાવી અપાયું હતું. આ જેથી 9 માસ પૂર્ણ થતા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં સિઝેરિયન કરવાની જરૂરિયાત ઊભી થયેલ અને સિઝેરિયન પછી બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. આ સિઝેરીયનની કામગીરી કાર્ડમાં નિ:શુલ્ક થયેલ તેમજ બાળકોને દાખલ કરવા માટે જે ખર્ચ થયો એ પણ બાળસખા યોજનામાં નિ:શુલ્ક થતાં મધ્યમ વર્ગીય પરિવાર મોટા ખર્ચમાંથી બચી ગયેલ આ સેવા મળતા આરોગ્ય પરિવાર અને સરકારશ્રીની યોજના બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
https://www.youtube.com/watch?v=Z9unr3m5KVo&t=5s

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ABPMJAY) હેઠળ 26 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા

  • લાભાર્થીઓ આયુષ્માન એપનો ઉપયોગ કરીને તેમના મોબાઇલ ફોનમાંથી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે
  • આયુષ્માન એપ 13 સપ્ટેમ્બર, 2023ના રોજ લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 26 લાખ ડાઉનલોડ થઈ છે

Posted On: 20 OCT 2023 4:55PM by PIB Ahmedabad

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી – જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય) 19 ઓક્ટોબર 2023ના રોજ દેશભરમાં 26 કરોડ આયુષ્માન કાર્ડના સિમાચિહ્નને પાર કરી ચૂકી છે.. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળ (એનએચએ) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી મુખ્ય યોજના અંતર્ગત 12 કરોડ લાભાર્થી પરિવારોને દ્વિતીયક અને તૃતીયક સારસંભાળ માટે દર વર્ષે કુટુંબદીઠ રૂ. 5 લાખનું આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે.

આયુષ્માન ભારત પીએમ-જેએવાય હેઠળ આયુષ્માન કાર્ડ નિર્માણ એ સૌથી મૂળભૂત પ્રવૃત્તિ છે અને આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારની આરોગ્ય યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભવ અભિયાન હેઠળની આ એક મુખ્ય પ્રવૃત્તિ છે. 13 સપ્ટેમ્બર, 2023ના રોજ અભિયાન શરૂ થયું ત્યારથી એનએચએનાં આઇટી પ્લેટફોર્મ પર 1.5 કરોડથી વધારે આયુષ્માન કાર્ડની વિનંતીઓ સફળતાપૂર્વક પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર 2023માં 19 ઓક્ટોબર 2023.સુધીમાં 86 લાખ આયુષ્યમાન કાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

છેવાડાના લોકો સુધી પહોંચવા માટે એનએચએએ આયુષ્માન કાર્ડના નિર્માણ માટે ‘આયુષ્માન એપ’ લોન્ચ કરી છે. આ એપમાં સેલ્ફ વેરિફિકેશનનું અનોખું ફીચર આપવામાં આવ્યું છે. સરળ 4 સ્ટેપ્સમાં, આ સુવિધા વપરાશકર્તાઓને કોઈપણ કાર્ડ ક્રિએશન સેન્ટરની મુલાકાત લીધા વિના આયુષ્માન કાર્ડ બનાવવા માટે સક્ષમ બનાવે છે. આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિ આયુષ્માન કાર્ડ બનાવવા માટે લાભાર્થીઓને મદદ કરી શકે છે. એટલે આયુષ્માન એપ જન ભાગીદારીને સક્ષમ બનાવે છે. આ એપ્લિકેશનની સફળતાને એ વાત પરથી માપી શકાય છે કે 13 સપ્ટેમ્બર, 2023ના રોજ એપ્લિકેશન શરૂ થયા પછી, એપ્લિકેશનને 26 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

આજે આયુષ્યમાન કાર્ડ સમાનતા, અધિકાર અને સશક્તીકરણનું પ્રતીક બની ગયું છે. તે ગરીબ અને વંચિત પરિવારને ખાતરી આપે છે કે તેઓ રોગની બેવડી અસર અને તેની સારવાર માટે કરવામાં આવતા વિનાશક ખર્ચની નબળી અસર સામે રક્ષણ મેળવશે. આ હકીકત પર ભાર મૂકીને સરકાર એ સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરી રહી છે કે તમામ લાયક લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ હોય.

4 કરોડ આયુષ્યમાન કાર્ડ સાથે સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ ધરાવતા રાજ્યોની યાદીમાં ઉત્તરપ્રદેશ ટોચ પર છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અનુક્રમે 3.69 કરોડ અને 2.04 કરોડ આયુષ્માન કાર્ડ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત એ પણ ખૂબ જ સંતોષની વાત છે કે 49 ટકા આયુષ્યમાન કાર્ડ મહિલા લાભાર્થીઓ પાસે છે.

આયુષ્માન ભારત પીએમ-જેએવાયએ સફળતાપૂર્વક રૂ. 70,000 કરોડથી વધારે મૂલ્યની 5.7 કરોડ હોસ્પિટલમાં દાખલ થયા છે. આમ, ગરીબ અને વંચિત પરિવારોના ખિસ્સામાંથી 1 લાખ કરોડથી વધુની બચત થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાણ આરોગ્યની સારવાર માટે શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી – જન આરોગ્ય યોજના હાલના સમયમાં સામાન્ય જનતા માટે ખૂબ કારગર નીવડી છે.

link2


Spread the love
  • Related Posts

    Shaheed Diwas 2024 :23 માર્ચે કેમ મનાવાય છે શહિદ દિવસ? અને શું છે તેનું મહત્વ, SPECIAL STORY 1

    Spread the love

    Spread the loveShaheed Diwas 2024 :ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં છે Shaheed Diwas 2024 :દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો…


    Spread the love

    Ahmedabad News :ફ્લેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 9 ગાડી દોડી ગઈ, 41 વાહન બળીને ખાખ | Breaking News 1

    Spread the love

    Spread the loveAhmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી Ahmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *