ભારતીય વિજ્ઞાન સંમેલનનું ભવ્યાતિ ભવ્ય લોકાપર્ણ ગુજરાત રાજ્યનાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ દેશનાં મહાન વૈજ્ઞાનિકોની પ્રેરક ઉપસ્થિતિમાં વિજ્ઞાન ભવન સાયન્સ અમદાવાદમાં યોજાયું.

વિજ્ઞાન ભારતી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું વિજ્ઞાન સંમેલનનું ગુજરાત રાજ્યનાં આંગણે પ્રથમ વખત કરવામાં આવ્યું છે,જે તા.21/12 થી 24/12 સુધી કાર્યાન્વિત રહેશે.ઉપરોક્ત સંમેલેનમાં 1000 ઉપરાંત મહાન વૈજ્ઞાનિકોની સાથે 1850 ઉપરાંત વિદ્યાર્થીઓ પણ સંમિલિત થશે.સમકાલીન વિજ્ઞાનનાં વિકાસ માટે પાયાનાં કાર્યકરો, સંશોધકો અને પારંપારિક વિજ્ઞાન ક્ષેત્રનાં લોકો તથા વૈજ્ઞાનિકો વચ્ચે સંકલન કરી ઉમદા ભવિષ્યનાં નિર્માણ માટે ઉપરોક્ત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
ભારતીય વિજ્ઞાન સંમેલન દ્વારા સમગ્ર ભારત દેશનાં તમામ રાજ્યોમાં વિજ્ઞાનનાં પ્રસાર માટે કાર્યક્રમ યોજાયા છે જેમાં ભારત દેશનાં વિવિધ શહેરો ભોપાલ અને ઇન્દોર(મધ્યપ્રદેશ),જલંધર(પંજાબ),પણજી (ગોવા) અને પુણે(મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
ભારતીય વિજ્ઞાન સંમેલનનાં અમદાવાદ ખાતેનાં આયોજનમાં વિજ્ઞાન ક્ષેત્રનાં વિવિધ ક્ષેત્ર કૃષિ,પર્યાવરણ,ગ્રીન એનર્જી-ગ્રીન ફ્યુચર,ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ,લાઈફ સાયન્સ,ટ્રેડિશનલ બીલ્ટ સાયન્સ, ટ્રેડિશનલ હેલ્થ પ્રેક્ટિસ,વાસ્તુ એવં સ્થાપત્ય વિજ્ઞાન પૂંજી,ભારતીય ગણિત શાસ્ત્ર અને જ્યોર્તિવિજ્ઞાન,ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર પબ્લિક સેફટી,સાયન્સ હેરિટેજ ટુરિઝમ,ગ્રાસ રુટ ઇનોવેશન, સાયન્સ ઇન ઇન્ડિયન મ્યુઝીક એન્ડ આર્ટ્સ,સાયન્સ ટેકનોલોજી એન્ડ સોસાયટી,ઇમર્જીગ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ભાષા વિજ્ઞાન જેવાં ક્ષેત્રોમાં સંશોધન અને પેપર પ્રેઝન્ટેશન અને મહાનુભાવો દ્વારા ચર્ચા કરવામાં આવશે.
ભારતીય વિજ્ઞાન સંમેલન આઉટરીચ પ્રોગ્રામનાં મુખ્ય પેટ્રોન ગુજરાત સરકારનાં યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે.

આવતીકાલથી થી 24/12 સુધી અમદાવાદ ખાતે યોજનાર ભારતીય વિજ્ઞાન સંમેલનમાં સમગ્ર દેશમાંથી 1000 ઉપરાંત વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે.
જેમાં પેપર પ્રેઝન્ટેશન અને વિજ્ઞાન પ્રદર્શન,વૈજ્ઞાનિકોનાં વક્તવ્યો, વૈજ્ઞાનિકો સાથેનાં પરિસંવાદ તેમજ સાયન્સ મેજીક શૉ જેવી વિવિધ જ્ઞાન વિજ્ઞાનની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તથા વિજ્ઞાન ક્ષેત્રનાં વિદ્યાર્થીઓ માટે પોતાનાં જીવન અને વિજ્ઞાનનાં સથવારે રાષ્ટ્રની પ્રગતિનાં નવાં યુગ તરફ પ્રયાણ કરવામાં આવશે તેથી ગુજરાતનાં તમામ વિદ્યાર્થીઓ ખાસ કરીને વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પોતાનાં જીવનની સુવર્ણ તક અને અદ્ભૂત લ્હાવો સમાન બની રહેશે.
વિવિધ થીમ્સ આધારીત 4 દિવસીય ભારતીય વિજ્ઞાન સંમેલનમાં વિદ્યાર્થીઓ પોતાનાં સંશોધન પત્ર પોતાની માતૃભાષામાં રજૂ કરી શકશે.વિદ્યાર્થીઓ દ્વારા સંશોધિત પત્રો યુ.જી.સી.પ્રમાણિત જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે.ભારતીય વિજ્ઞાન સંમેલન થકી વિદ્યાર્થીઓને દેશભરનાં વૈજ્ઞાનિકોને મળવાનો મોકો પણ મળશે.વધુમાં ભારતીય વિજ્ઞાન સંમેલન ઈસરો,પી.આર.એલ.,આઈ.પી.આર.,ડી.એ.ઇ.,ડી.એસ.ટી,ડી.બી.ટી.,સી.એસ.આઈ.આર.,ડી.આર.ડી.ઓ.,આઇ.સી.એ.આર., આઇ.સી.એમ.આર.,એમ.એન.આર.ઇ.,એમ.ઓ.ઇ.એસ. જેવી અનેક સંસ્થાઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતીય સિદ્ધિઓને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉપરોક્ત મહાસંમેલનમાં ગુજરાત રાજ્યનાં યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી,પ્રો.ચૈતન્ય જોષી(ચેરમેન-ભારતીય વિજ્ઞાન સંમેલન),શ્રી ડો.શેખર મંડે(રાષ્ટ્રીય અધ્યક્ષ-વિજ્ઞાન ભારતી),શ્રી સુનિલ આંબેકર(અધ્યક્ષ-અખિલ ભારતીય પ્રચાર સમિટી) તથા ગુજરાતની જનતા અને વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે તૈયાર રહી પોતાનું સુવર્ણ કિંમતી સમય આપી યુવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારનાં કર્મનિષ્ઠ મંત્રીશ્રીઓ શ્રી કુબેર ડીંડોર(માન.મંત્રીશ્રી ગુજરાત સરકાર),શ્રી બલવંતસિંહ રાજપુત(માન.મંત્રીશ્રી ગુજરાત સરકાર) તથા શ્રી ઋષિકેશ પટેલ(માન.મંત્રીશ્રી ગુજરાત સરકાર)વગેરે જેવાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ભારતીય વિજ્ઞાન સંમેલનનું ભવ્ય આયોજન કરાઇ રહ્યું છે ત્યારે આ સંમેલનની સફળતા માટે રાત-દિવસ અહર્નિશપણે વિજ્ઞાન ભારતી-વિજ્ઞાન ગુર્જરીની સમગ્ર ટીમ ભારતીય વિજ્ઞાન સંમેલનનાં ચેરમેન ડૉ.પ્રો.ચૈતન્ય જોષી અને ઇવેન્ટ કો-ઓર્ડીનેટર શ્રી જીગ્નેશ બોરીસાગરનાં નેતૃત્વ હેઠળ કાર્યરત રહી હતી તેવી માહિતી કચ્છ શિક્ષણ જગતનાં ખ્યાતનામ હસ્તી વિજ્ઞાન ગુર્જરીનાં કચ્છ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર તથા ભારતીય વિજ્ઞાન સંમેલનનાં મીડિયા પ્રભારી શ્રી બિનુકુમાર પિલ્લાઈ સાહેબે પોતાની યાદીમાં આપી હતી.
શ્રી પિલ્લાઈ સાહેબે ગુજરાત પ્રદેશની મીડિયાનું આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મીડિયા એ લોકશાહીનું ચોથું સ્તંભ છે અને ભારતીય વિજ્ઞાન સંમેલનનાં આ ઉમદા કાર્યક્રમની માહિતી સમગ્ર રાજ્યનાં વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડીયાનો સિંહફાળો વ્યક્ત કરી મીડિયાનાં ઉમદા પ્રદાનને સમગ્ર ભારતીય વિજ્ઞાન સંમેલનની ટીમ દ્વારા બીરદાવવામાં આવ્યું હતું.