રણબીર કપૂરની ‘રામાયણ’ ફિલ્મમાં કુંભકર્ણનો રોલ ભજવવાનો બોબી દેઓલે ઈનકાર કરી દીધો છે. જી હા, બોબી દેઓલે રામાયણમાં કુંભકર્ણ બનવાની ના પાડી.
બોબીને આ ફિલ્મ માટે રોલ ઓફર થયો હતો. પરંતુ, બોબીની ટીમ તરફથી સત્તાવાર રીતે જણાવાયું હતું કે બોબીએ આ રોલ માટે ઈનકાર કરી દીધો છે.
ત્યારે બીજી તરફ , આ ફિલ્મમાં ‘સેક્રેડ ગેમ્સ’ વેબ સીરીઝની કુક્કુની એન્ટી શૂપર્ણખાના રોલમાં થઇ શકે છે. અભિનેત્રીએ આ રોલ માટે ઓડિશન આપ્યું છે. તેને આશા છે કે, તે આ ફિલ્મનો હિસ્સો બનશે. જોકે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
દરમિયાન, ફિલ્મમાં રણબીર કપૂર રામ તરીકે અને સાઈ પલ્લવી સીતા તરીકે તથા યશ રાવણના રોલમાં કેવા લાગશે તેના એઆઈ જનરેટેડ ફોટા વાયરલ થયા છે. જોકે, ફિલ્મની ટીમ તરફથી હજુ સુધી કોઈ કલાકારના સત્તાવાર લૂક પ્રગટ કરાયા નથી. પરંતુ, આ એઆઈ જનરેટેડ ફોટાગ્રાફ્સ વિશે લોકો જાત જાતની ટિપ્પણી કરી રહ્યા છે.
પોતે બીફ ખાવાનું બહુ પસંદ કરે છે તેવું કહી ચૂકેલા રણબીરની રામના પાત્રમાં વરણી પણ અનેક ચાહકોને પસંદ પડી નથી.