આ રાજ્યમાં છે અનોખું મંદિર, જ્યાં થાય છે બુલેટની પૂજા, જાણો તેની પાછળનું રોચક કારણ
રાજસ્થાનના જોધપુરથી લગભગ 50 કિમીના અંતરે આ મંદિર આવેલું છે
જોધપુર-પાલી હાઈવે નજીક ચોટીલા નામના ગામમાં બુલેટના બાબા ઓમ બન્ના બિરાજમાન છે
Rajasthan Bullet Baba Temple : રાજસ્થાનના જોધપુરથી લગભગ 50 કિમીના અંતરે, જોધપુર-પાલી હાઈવે નજીક ચોટીલા નામના ગામમાં એક એવું મંદિર છે જે બુલેટ બાબા મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરને ઓમ બન્ના તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરતું આ મંદિરમાં લોકો બુલેટ બાઇકની પૂજા કરે છે.
ઠાકુર ઓમ સિંહ રાઠોડની યાદમાં બનાવવામાં આવ્યું છે આ મંદિર
આ મંદિર ચોટીલા ગામમાં લગભગ 30 વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઠાકુર જોગસિંહ રાઠોડના પુત્ર ઓમ સિંહ રાઠોડનું મૃત્યુ થયું હતું. તેમની યાદમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. અકસ્માત બાદ જયારે બાઇકની તપાસ શરુ કરી ત્યારે તે જ્યાં અકસ્માત થયો તે જ જગ્યાએથી પોલીસ મળી આવ્યું હતું. જેથી બાઈકને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું. તેમ છતાં તે બીજા દિવસે બાઈક ગાયબ થઇ ગઈ હતી. ફરી તપાસ કરતા બાઈક દુર્ઘટના સ્થળે જ મળી આવી. આ ઘટનાક્રમ રોજ થવા લાગ્યો જેથી એક દિવસ પોલીસે રાતે તકેદારી રાખી પણ પછી જે થયું તે બધાને ચોંકાવી દીધા.
શા માટે બન્યું આ મંદિર?
કહેવાય છે કે વારંવાર બાઇકને પોલીસ સ્ટેશન લઇ જવા છતાં પણ જે જગ્યાએ બાઇકનો અકસ્માત થયો હતો તે સ્થળે દર બીજા દિવસે જોવા મળતું હતું, જે બાદ આખરે પોલીસે બાઇક પરિવારના સભ્યોને સોંપી હતી અને ત્યારબાદ ઓમ સિંહ રાઠોડના પિતાએ તે જ જગ્યાએ ઓમ બન્ના ધામ નામનું મંદિર બંધાવ્યું, જે હવે બુલેટ બાબા મંદિર તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર, ઓમ બન્નાની ભટકતી આત્મા પ્રવાસીઓને તેમની મુસાફરીમાં મદદ કરે છે. જો તમે ક્યારેય આ સ્થળની મુલાકાત લો છો, તો તમને આ ઘટના સાથે જોડાયેલી ઘણી ચમત્કારિક વાતો સંભાળવા મળશે.