બાપુનગર News : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ગુજરાતમાં દારૂ વેચાય છે એ સૌ કોઈ જાણે છે.
અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના 100 મીટર દૂર ઇન્દિરા ગરીબ નગરના છાપરા ગટર લાઈન ઉપર બબુલ બેકરીવાળી ગલી નવા બાપુનગરમાં બુટલેગર સંગીતાબેન વિનોદભાઈ સાહની મોટાપાયે દેશી દારૂનો ધંધો કરે છે.

બુટલેગર સંગીતા વિનોદ સાહાની કમાય છે રોજના 30 થી 40 હજાર
આ દેશી દારૂનું વેચાણ પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. પહેલા એમના માતા આ જ ધંધો સંભાળતા હતા. હાલમાં તેના દીકરી સંગીતા વિનોદભાઈ સાહની આ ધંધો ચલાવે છે.

Highlights
પોલીસ સ્ટેશનથી 100 મીટર દુર દેશી દારૂનો અડ્ડો
બુટલેગર સંગીતા વિનોદ સાહની કરે છે દારૂનો વેપાર
પેઢી દર પેઢી ચાલ્યો આવે છે દારુનો વેપાર
પોલીસ સ્ટેશનમાં કરાઇ વારંવાર અરજી
મહિલાઓ બાળકોનું રહેવું મુશ્કેલ

Ahmadabad Breaking News :
Bapunagar News : ઇન્દિરા ગરીબ નગરના તમામ લોકો ખૂબ જ કંટાળી અને ત્રાસી ગયા છે. જેઓ વારંવાર બાપુનગર પોલીસ સ્ટેશને અરજી આપી રહ્યા છે. તેવામાં બાપુનગર પોલીસ હવે ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું કારણ કે આ તો પેઢી દર પેઢી ચાલ્યું આવે છે. સાથે સ્થાનિક લલીતભાઈ પરમાર દારૂ બંધ કરાવવા મામલે પોલીસ સ્ટેશનમાં વારંવાર અરજી કરતાં જણાવે છે કે દારૂ પીનારા લોકો ત્યાં રસ્તામાં અમારા લોકોના ઘર પાસે દારૂ પીધેલી થેલીઓ નાખી અને બીભત્સ ચેન ચાળા કરી ગંદી ગંદી ગાળો બોલે છે દિવસે અને રાતે અમારા બાળકોને ભણવામાં તથા ઊંઘવામાં ખૂબ જ તકલીફ પડે છે.

આ મામલે સ્થાનિક લોકો સંગીતાને રજૂઆત કરવા જાય છે તો સંગીતા કહે છે હું રોજના 30 થી 40 હજાર રૂપિયા કમાઉ છું અને પાંચ છોકરા મે રાખેલા છે તેઓને 500 થી 1000 રૂપિયા દેખરેખ રાખવાના આપું છું એટલા માટે આ ધંધો બંધ નહીં કરું તમારાથી થાય તે કરી લો જો તમે લોકો અમારો દારૂનો ધંધો બંધ કરાવી દેશો તો હું તથા મારો પતિ તથા મારા માણસો તમારા લોકોનું જીવવું હરામ કરી નાખીશું.

હવે બાપુનગર પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું અમે એવું નથી કહેતા કે ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરવામાં નિરસતા દાખવી રહ્યા છે. પરંતુ અમુક અધિકારીઓના કારણે તમામ પોલીસના સારા અધિકારીઓની છબી પણ ખરાબ થાય છે.