બાકોર ગ્રામ પંચાયતમાં સરપંચનો પતિ વહીવટ કરતો વિડીયો વાયરલ.તપાસ હાથ ધરાય તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા
બાકોર ગ્રામ પંચાયત : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં સરપંચ પતિનો વીડિયો અને ફોટા થયા વાયરલ, ગ્રામજનોએ મહિલા સરપંચ નહી પરંતુ તેમના પતિ દ્વારા વહીવટ કરાતો હોવાનો આક્ષેપ.જયારે હજી પણ ગુજરાતના એવા ગામો છે જ્યાં મહિલા સરપંચ પદ ધરાવે પરંતુ વહીવટ તો મહિલાનો પતિ જ કરે. ત્યારે વધુ એકવાર એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલા સરપંચ નહી પરંતુ તેમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે.સરપંચ પતિ વહીવટ કરતો હોવાનો આક્ષેપ-વીડિયો વાયરલ.

પીએમ મોદી કરી ચૂક્યા છે ટકોર
ઉલ્લેખનીય છે કે અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર પંચાયત મહાસંમેલન યોજાયુ હતું. જેમાં પીએમ મોદીએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેઓએ સંબોધન કરતા એસપી એટલે કે સરપંચ પતિ અંગે ખાસ ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગામમાં જો કોઈ મહિલા સરપંચ તરીકે ચૂંટાયા હોય તો તેનો વહીવટ તેઓ પોતે જ ચલાવે. જે મહિલા ચૂંટાયા છે વહીવટ પણ તેમના દ્વારા જ થવો જોઈએ તેમ પીએમ મોદીએ ટકોર કરી હતી તેમ છતાં પણ હજી ગામોમાં સરપંચ પતિ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે.
સરપંચ પતિ ક્યાં સુધી કરતા રહેશે વહીવટ ?
ત્યારે અહીં સવાલ એ થાય છે કે એસપી બની બેઠેલા સરપંચના પતિ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે.? શા માટે સરપંચ પદ માટે ચૂંટાયેલી મહિલાને કારોબાર સોંપવામાં નથી આવતો ? મહિલાના નામનો ઉપયોગ માત્ર સત્તા મેળવવા જ કેમ ? સરપંચ મહિલા બની તે પતિ કેમ વહીવટ કરે ? મહિલા સરપંચના બેજવાબદાર પતિને કોનું પીઠબળ છે? શા માટે મહિલા સરપંચની પ્રતિભા અને ક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવે છે. ? શું મહિલા સરપંચ ન બની શકે ? મહિલા વહીવટ ન કરી શકે ? ક્યાં સુધી ચાલતો રહેશે સરપંચ પતિનો વહીવટ. ??????