બનાસકાંઠા ભાભર તાલુકાના ખારી પાલડી ગામ ની શાળા ના વિદ્યાર્થી ઓ ત્રણ વર્ષ થી શિષ્ય વૃત્તિ થી વંચિત…

ભાભર તાલુકા ના ખારી પાલડી ગામ ની શાળા ના વિદ્યાર્થી ઓ છેલ્લા ત્રણ વર્ષ થી શિષ્ય વૃત્તિ થી વંચિત હોવાનું જાણવા મળેલ છે.
ખારી પાલડી પ્રાથમિક શાળા ના કુમાર – 111 કન્યા – 119 કુલ 230 જેમાં 13 વિદ્યાર્થીના નામ ઓનલાઇન બતાવતા નથી માત્ર હાજરીપત્ર પર ચાલે છે. 2020/21 વર્ષ 2021/22 વર્ષ 2022/23 એમ કુલ ત્રણ વર્ષ થી વિદ્યાર્થી ઓ શિષ્ય વૃત્તિ ના લાભ થી વંચિત. શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોની બેદરકારી થી શિષ્ય વૃત્તિ થી વંચિત રાખવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ થી શિષ્ય વૃત્તિ ના મળતા. વિદ્યાર્થી ઓ ના વાલી ઓ પણ શાળા એ ધક્કા ખાઈ રહા.

વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે અગાઉના આચાર્ય ભુપતભાઈ વણજારા શાળાના સમયે દરમિયાન કિર્કેટ રમવા જતા રહેતા અને સતત ગેરહાજર રહેતા.

શાળાના શિક્ષકગણની યાદી જોતા સિન્યોરિટી પ્રમાણે સોનલબેન ડી પટેલ આવે છે તો આમની જગ્યાએ ભુપતભાઈ વણજારા કેમ આચાર્ય નિમણુંક કરવામાં આવ્યા આ વાત એકબંધ છે. એક દલિત વાલીએ દ્વારા જણાવ્યું કે અમારા છોકરાઓ માટે પીવાનું પાણી અલગ મકવામાં આવતું હતું.શું આવા વહીવટની જાણ તંત્ર ને જાણ નહી હોય કે આવા શિક્ષકો અને આચાર્ય ને સાવરતા હસે આ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.પ્રાથમિક શિક્ષણ એક પાયાનું ઘડતર છે આવા ગંભીર પ્રશ્ન હોવા છતાં ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ચુપકી સધી રહેયા છે. આ ચર્ચાઓ ગામ લોકોમાં તર્ક વિતર્ક થઈ રહેયા છે.

ભાભર તાલુકા શિક્ષણ અધિકારી નો અમારા રિપોર્ટરે સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી હસુમતી બેન એ જણાવ્યું હતું અમો ને આ બાબત ની રજુઆત મળેલ છે તે બાબત ની તપાસ ચાલુ છે

વિજય ભાઈ સુતરીયા ખારી પાલડી આચાર્ય…
એ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ મહિના 25/9/2023 થી મારી આચાર્ય તરીકે નો મને ચાર્જ મળ્યો છે મને જ્યારથી આચાર્ય તરીકે નિમણુક કરવામાં આવી ત્યાર થી આજ દિન સુધી મને કોઈ શાળાનું રજીસ્ટર મળેલ નથી
શિષ્ય વૃત્તિ કેટલા સમય થી બાકી છે મને કોઈ ખબર નથી

આ વર્ષ ની શિષ્ય વૃત્તિ ની પર્પોજર ઓગસ્ટ મહિના માં કરવાની હોય છે.
આ બાબતે અગાઉ ના આચાર્ય ભુપત ભાઈ વણજારા નો સંપર્ક કરવા નો પ્રયત્ન કરેલ પરંતુ ફોન રિશિવ કરેલ નથી.