ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં ગુરુવારથી બજેટ સત્રનો પ્રારંભ થયો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારનું બજેટ શુક્રવારે રજૂ થશે.
બજેટ સત્રનો પ્રારંભ : રામમંદિર નિર્માણ અને રાજસ્થાન-મધ્યપ્રદેશ ‘છત્તીસગઢ જેવા રાજ્યોમાં ભાજપની જીતે ગુજરાતના નેતાઓની લોકસભામાં ફરીથી મોદી સરકારની અપેક્ષાઓને મજબૂત પાંખો આપી છે. વિધાનસભા સત્રમાં આવતા ભાજપના ધારાસભ્યો રાજ્યના વિકાસ અને અર્થતંત્રના વેગની વાત કરે છે.
તો કોંગ્રેસના ધારાસભ્યો સરકારના નીતિવિષયક નિર્ણય,બેરોજગારી,ભ્રષ્ટરાચાર,જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની રણનીતિ બનાવી ચુકી છે.આ વચ્ચે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા અને ગેની બહેન ઠાકોરે,આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સામે કરાયેલી કાર્યવાહી સામે વસાવાને સમર્થન આપવાની પણ વાત કરી છે. આજે જ જેલમાંથી જામીન પર બહાર આવેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શુક્રવારે વિધાનસભા પહોંચશે.શુ કહ્યું ધારાસભ્ય વસાવા અંગે ગેની બહેન અને અર્જુન મોઢવાડિયાએ.
તો સાવરકુંડલાના ભાજપી ધારાસભ્ય સહિતના નેતાઓ બજેટ કરતા વધુ તો કોંગ્રેસના ધારાસભ્ય હજુ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરી મલકી રહયા છે.
સામા પક્ષે કોંગ્રેસ ધારાસભ શૈલેષ પરમાર કોંગ્રેસના બચેલા 15 ધારાસભ્યો પર મુસ્તાક છે.શુ કહ્યું પરમારે ?
બીજી બાજુ બાયડમાંથી અપક્ષ તરીકે જીતેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખુલે આમ ભાજપને સમર્થન આપી રહયા છે. કમલમ મા પણ ખેસ નાખી હાજરી ભરે છે.વિધિવત જોડાયા નથી પણ કોંગ્રેસ તૂટવાની વાત પર ભારે મલકાઈ રહયા છે.
વિધાનસભા પહોંચેલા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ ચૈતર વસાવાને સમર્થન કરે છે.અને સરકારની નીતિને વખોડે છે.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન આપ ધારાસભ્ય મકવાણાએ, ભાજપ સરકારમાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને તે પણ રિટાયર્ડ IAS દ્વારા નો ઉલ્લેખ કરી, સરકારની ખાવા નથી દેતોની નીતિને ઉજાગર કરી હતી.
વિધાનસભામાં ઓછું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસ લડાયક મૂડમાં છે અને આગામી સમયમાં સરકારની નીતિનો વિરોધ પણ આક્રમકતાથી કરશે એ પણ નિશ્ચિત છે.
બાકી રહેતી બાઈટ એકની પાછળ એક લગાવી દેવી.