ફલાવર શોની સફળતા બાદ અમદાવાદમાં એસ.જી.હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્યામાં રુપિયા વીસ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે
ફલાવર શોની સફળતા બાદ અમદાવાદમાં એસ.જી.હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્યામાં રુપિયા વીસ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે. પ્રોજેકટનો આકાર કમળ આકારમાં રાખવામાં આવશે.ભારતભરના તમામ રાજયોના ફુલ એક જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે.ઉપરાંત ફલોરલ મ્યુઝિયમમાં વિદેશના ફુલોનુ પ્રદર્શન કરાશે.
સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫નુ સુધારા સાથેનુ બજેટ રજૂ કરવામા આવ્યુ છે. આ બજેટમાં શહેરના એસ.જી.હાઈવે ઉપર આવેલી જગ્યામાં લોટસ ગાર્ડન ડેવલપ કરવા દરખાસ્ત રજૂ કરવામા આવી છે. લોટસ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા જેનો સંસ્કૃતમાં કૌસુમ અર્થ થાય છે તેને કમળ આકારમા તૈયાર કરવામા આવશે. કમળની દરેક પાંખડી દેશના અલગ અલગ રાજયના ફુલોનુ પ્રદર્શન કરવામા આવશે. કમળની તમામ પાંખડી ટેબલેટ વડે ટેકનોલોજીકલ રીતે નિયંત્રિત થઈ શકશે.ભેજ,તાપમાન સહિતની સ્થિતિને નિયંત્રિત કરવામા આવશે.
બાદમા વિશ્વભરના દેશોના વિવિધ ભાગના ફુલોનુ ફલોરલ મ્યુઝિયમમાં પ્રદર્શન કરવામા આવશે. મુલાકાતીઓ ફલોરલ વેલનેસનો લાભ લઈ શકશે. આ પ્રોજેકટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ ઉપર વિકસાવવામા આવશે.લોટસ પાર્કની સિવિલ,ઈલેકટ્રીક તથા લેન્ડ સ્કેપ સહિતની કામગીરી કરવા રુપિયા ૨૦ કરોડ ફાળવવામા આવ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેને કહયુ,લોટસ પાર્કનો કુલ ખર્ચ ૫૦ કરોડથી વધુ થવાની સંભાવના હોવાથી બે થી ત્રણ તબકકામાં કામગીરી કરવામા આવશે.