જિલ્લામાં પ્રોહિબિશન અંગેની ખાસ ડ્રાઈવમાં પોલીસે ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
પ્રોહિબિશન અંગેની ખાસ ડ્રાઈવમાં રવિવારે ઉજવણી થનાર 31 ડિસેમ્બરને લઈને દારૂની રેલમછેલમ અટકાવવા પોલીસ દ્વારા બુટલેગરો તથા ગેરકાયદે દારૂની હેરાફેરી-વેચાણ અટકાવવા ખાસ ડ્રાઈવ યોજી છે.
ત્યારે આજરોજ શહેર-જિલ્લામા અલગ અલગ સ્થળોએથી પરપ્રાંતિય શરાબનો જથ્થો ઝડપી લઈ 31 ડિસેમ્બરની ઉજવાણીના રંગમાં ભંગ પાડ્યો છે.પ્રોહિબિશન ની પ્રથમ ડ્રાઈવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના જવાનો વાહન ચેકીંગમા હોય એ દરમ્યાન તળાજા જકાતનાકા પાસે એક સ્કૂટર આવતા આ સ્કૂટર સવારને અટકાવી બંને શખ્સોના નામ-સરનામાં પુછવા સાથે સ્કૂટર ની તલાશી હાથ ધરી હતી.
જેમાં બંને શખ્સોએ પોતાના નામ અભય જેસિંગ બારડ ઉ.વ.20 રે.ગુજ.હાઉસિંગ બોર્ડ વસાહત નં-162 કુંભારવાડા તથા મહેન્દ્ર દેવસિંહ સોલંકી રે.ચિત્રા વાળા હોવાનું જણાવેલ તથા સ્કૂટર ની ડીકી માથી વિના પાસ-પરમિટે ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે સ્કૂટર દારૂ મળી કુલ રૂ.20,990 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.