રાધનપુરના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે શિક્ષણની સ્થિત કથળી: વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં કરાઇ તાળાબંધી
રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે,, ગામ લોકોએ શાળાની કરી તાળાબંધી આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સારું ના આપતા હોવાનો ઘટસ્ફોટ…
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે 300 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે.. ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય જેને લઈને ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની ગામ લોકો કરી રહ્યા છે..
લોકોના જણાવ્યા મુજબ આચાર્યના કારણે સારું શિક્ષણ વિદ્યાર્થીઓને ના મળતું હોય શાળાનો વિકાસ ન થતો હોય શાળાના નવા રૂમો ના બનતા હોય જેને લઈને 300 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં હોય..ત્યારે પ્રેમંગર ગામ ખાતે શાળાને ગામ લોકો દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી …
Highlights
- પ્રેમનગર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી
- શાળાનાં મહિલા આચાર્યની મનમાની તેમજ શાળાનું શિક્ષણ કથળેલું હોવાના ગ્રામજનોએ લગાવ્યા આરોપ
- શાળાના મહિલા આચાર્ય ગ્રામજનોને ખોટા કેસમાં ફસાવી દેવાની આપે છે ધમકીઓ: ગ્રામજન
- ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી પોતાના બાળકોને શાળામાં ના મોકલવા કર્યો નિર્ધાર
- જ્યાં સુધી શાળાના આચાર્યની બદલી કરવામાં નાં આવે ત્યાં સુધી બાળકોને શાળામાં ના મોકલવા ગ્રામજનો થયા મક્કમ
- ગ્રામજનોએ શાળા બહાર બાળકો સાથે કર્યા સુત્રોચાર
- વિધાર્થી અને વાલીઓએ કરી શાળાને તાળા બંધી,,પ્રેમનગર પ્રાથમિક શાળાને કરી તાળા બંધી
- મેદાન, ઓરડાનો અભાવ, ટ્રાન્સપોર્ટની સુવિધા સહીત વિવિધ પ્રશ્નો સાથે શાળાને કરી તાળા બંધી..
- શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા નથી તેમજ ગેરવર્તનનો વાલીઓનો આરોપ
- પ્રેમનગર પ્રાથમિક શાળામાં ક્યારે પણ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નથી કરાતો તેમજ ક્યારેય પણ વિદ્યાર્થીઓને પ્રવાસે નથી લઇ જવાતા
- પ્રાથમિક શાળાની શિક્ષણની સ્થતિ કથળી રહી છે
- જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખીશું તેમજ બાળકો શિક્ષણ કાર્યથી અળગા રાખીશું : વાલીઓ