રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા…ઘોડી વછરાજદાદાના મંદિર ખાતે આરતી લેવા જાય છે
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી. લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા પરંતુ છેલ્લા ચાર માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે…
પેદાશપુરા ગામ ખાતે આવેલ વછરાજ દાદા ના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6:00 કલાકે આરતી કરવામાં આવે છે. સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી એક કિલોમીટર દૂર આવેલ વછરાજદાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લેશે..
છેલ્લા ચાર માસથી દરરોજ આરતી ટાઇમે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે દરરોજ ગામની અંદર અનેક મંદિરો ની અંદર આરતી થાય છે પરંતુ આ ઘોડી માત્ર વછરાજદાદાના મંદિર ખાતે પહોંચે છે.. અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે..
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે આવેલ વછરાજદાદાનુ મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે 2015 ની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું છે.. આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે પરંતુ છેલ્લા ચાર માસથી આરતીના ટાઇમે ઘોડી આરતી લેવા આવે છે જેને લઈને લોકોની અંદર પણ એક અલગજ પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે..
લોકો ઘોડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.. માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે ગામના લોકો ઘોડીની અંદર દેવી દેવતા નું સ્વરૂપ માની રહ્યા છે.