બાબરના 700 સૈનિકોના માથા વાઢનારા પુરોહિત દેવીદીન પાંડેયની કહાની, જાણો કોણ હતા એ વીર
બાબર સેના વિરુદ્ધ યુદ્ધ સંબંધિત ઈતિહાસમાં દેવીદીન પાંડેયનો પણ ઉલ્લેખ
બાબરે જ કહ્યું હતું કે, દેવીદીને એકલા હાથે 700 મુગલ સૈનિકોને માર્યા
Ayodhya-Babri Masjid History : અયોધ્યામાં આવતીકાલે 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થવાના છે. વર્ષોની તપસ્યા બાદ તેમને પોતાનું સ્થાન મળવાનું છે. અયોધ્યાના ઈતિહાસની વાત કરીએ તો, તેમાં બાબર સેના સામે યુદ્ધ લડનાર ‘પુરોહિત દેવીદીન પાંડેય’ (Devidin Pandey)નો પણ ઉલ્લેખ થાય છે. એવું કહેવાય છે કે, દેવીદીન પાંડેયે માત્ર 3 કલાકમાં બાબર સેનાના 700 માથા વાઢ્યા હતા.
700 સૈનિકોના માથા ધડથી અલગ
મુગલો જ્યારે ભારત આવ્યા, ત્યારે તેમણે અયોધ્યામાં પણ આક્રમણ કર્યું. એવું કહેવાય છે કે, તે સમયે તેમણે રામ જન્મસ્થળને પણ નષ્ટ કર્યું અને ત્યાં એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. બાબરની સેના વિરુદ્ધ યુદ્ધ સંબંધિત ઈતિહાસમાં અયોધ્યાના પુરોહિત દેવીદીન પાંડેયનો પણ ઉલ્લેખ થાય છે. તેમના વિષે એવું કહેવાય છે કે, તેમણે તલવારથી બાબર સેનાના લગભગ 700 સૈનિકોના માથા ધડથી અલગ કરી દીધા હતા. દેવીદીન પાંડેયની વીરતાનો ઉલ્લેખ ‘In Near Ruins’ નામના પુસ્તકના પેજ નંબર-26 પર કરાયો છે. પુસ્તકમાં જણાવ્યા મુજબ તેમણે માત્ર 3 કલાકમાં બાબરના 700 સૈનિકોને તલવારથી મોતને ઘાટ ઉતાર્યા હતા.
ADVERTISEMENT
કોણ છે દેવીદીન પાંડેય ?
દેવીદીન પાંડેય અયોધ્યાના સનેથૂ ગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેનારા વીર પુરુષ છે. તેઓ કસરત, કુસ્તી, શાસ્ત્ર ઉપરાંત શસ્ત્રો ચલાવવાના પણ શોખીન હતા. તેમનો પરિવાર સૂર્યવંશી ક્ષત્રિયોનો પુરોહિત હતો. ખુદ બાબરે પાંડેયની વીરતાની પુષ્ટી કરી હતી.
સૈનિકોથી ઘેરાયા છતાં દેવીદીને હાર ન માની
એવું કહેવાય છે કે, યુદ્ધ દરમિયાન જ્યારે દેવીદીન સૈનિકોથી ઘેરાઈ ગયા હતા, ત્યારે સૈનિકોએ તેમના પર ઈંટોનો વરસાદ કર્યો. તેમના માથે ઘણી ઈજાઓ થઈ, તેમ છતાં તેમણે હાર ન માની. તેમણે બાબરના સેનાપતિ મીર બાંકીને પકડી લીધા અને ભાલા વડે પ્રહાર કર્યો, પરંતુ બાંકી પોતાનો જીવ બચાવવા સફળ રહ્યો.
દેવીદીને 700 સૈનિકોને માર્યા હોવાનું ખુદ બાબરે સ્વિકાર્યું
દેવીદીનના પ્રહારથી ત્યાં હાથીના મહાવતનું મોત થયું, જ્યારે બાંકી હાથીની અંબાડીમાં છુપાઈ ગયો હતો, જ્યાંથી તેણે બંદૂક ભરી આડેધડ ગોળીબાર કરતાં દેવીદીનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. બાબરે પોતે આ વિશે પોતાના જીવનચરિત્રમાં લખ્યું છે. 1526માં ભારતમાં સલ્તનતની સ્થાપના કરનાર બાબરે જ કહ્યું છે કે, દેવીદીને એકલા હાથે 700 મુગલ સૈનિકોને મારી નાખ્યા. 1528ની 9મી જૂને બપોરે લગભગ 2 વાગે તેમનું મૃત્યું થયું હતું.