રાજ્યસભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીને કમાન્ડો ગણાવીને તેમણે તેમના આરોપના જવાબ આપ્યાં હતા.
પીએમ મોદીએ બુધવારે રાજ્યસભામાં ભાષણ આપતી વખતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારી કંપનીઓ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, અહીં એક કમાન્ડો હાજર નથી, જેઓ એલઆઈસી વિશે ખોટા ખોટા નિવેદનો આપતાં હતા, ભ્રમ ફેલાવતા હતા. તેઓ બોલતાં કે એલઆઈસી આવી થઈ છે તેવી થઈ છે. એલઆઈસી વિશે જેટલું પણ ખરાબ બોલાય તેટલું તેઓ બોલ્યાં હતા. આતો એવું છે કે ગામના કોઈનો મોટો બંગલો હોય અને હાથમાં ન આવતો હોય તો ભ્રમ ફેલાવાનો કે ભૂતિયો છે પછી હડપી લેવાનો.
એલઆઈસીની વાત કરીને પીએમ મોદીએ રાહુલને આપ્યો જવાબ
પીએમ મોદીએ કહ્યું કે આજે એલઆઈસીનું શું સ્થિતિ છે. આજે એલઆઈસીના શેર રેકોર્ડ સ્તરે કારોબાર કરી રહ્યા છે. હવે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે પીએસયુ બંધ થઈ રહ્યા છે. તેમને યાદ પણ નહીં હોય કે તે શું છે, કોઇએ તેમને એમ કહેતા પકડ્યા કે જો તેઓ બોલે છે તો બોલી રહ્યા છે. 2014માં દેશમાં 234 પીએસયુ હતા. આજે 254 પીએસયુ છે. આજકાલ મોટા ભાગના પીએસયુ રેકોર્ડ રિટર્ન આપી રહ્યા છે. રોકાણકારોનો વિશ્વાસ પીએસયુ તરફ વધી રહ્યો છે. શેર બજારને જાણતો નાનો છોકરો પણ તેને સમજે છે અને જો તેને ખબર ન હોય તો કોઇએ પૂછવું જોઇએ.
પીએસયુની નેટવર્થ 9.5 લાખ કરોડથી વધીને 17 લાખ કરોડ થઈ
મોદીએ કહ્યું કે એક વર્ષની અંદર જાહેર સાહસોમાં લગભગ બે ગણો ઉછાળો આવ્યો છે. 2004-14 વચ્ચે પીએસયુનો ચોખ્ખો નફો 1.25 લાખ કરોડ હતો અને હવે આ દસ વર્ષમાં પીએસયુનો નફો 2.5 લાખ કરોડ થયો છે. અમારાં 10 વર્ષમાં પીએસયુની નેટવર્થ 9.5 લાખ કરોડથી વધીને 17 લાખ કરોડ થઈ છે.
તમારે ખુશ થવું જોઈએ, એવો ભ્રમ ન ફેલાવો કે બજારમાં સામાન્ય રોકાણકાર મૂંઝવણમાં મુકાઈ જાય છે. તમે તે કરી શકતા નથી. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકોની ઇજ્જત એટલી બધી છે કે હવે તેમણે યુવરાજને સ્ટાર્ટઅપ બનાવી દીધો છે. પણ તેઓ નોન-સ્ટટર છે તે (રાહુલ) ન તો લિફ્ટ થઈ રહ્યાં છે કે ન તો લોન્ચ.