પાટણ જિલ્લામાં નવા વર્ષની પ્રથમ સવાર થશે સૂર્ય નમસ્કારની સાથે
પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકો કરશે સૂર્ય નમસ્કાર…
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતીમાં થશે સૂર્યની ઉપાસના….
પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થઈ રહ્યા છે. સૌ પ્રથમ ગ્રામ્યકક્ષાએ ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકોએ રાજ્યકક્ષાએ ભાગ લીધો. અને ત્યારબાદ વર્ષના પ્રથમ દિવસે તા.1 જાન્યુઆરી 2024ના રોજ રાજ્યના દરેક જિલ્લામાં રાજ્યકક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકો મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરશે.
પાટણ જિલ્લામાં રાણકી વાવ અને સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે એકસાથે સ્પર્ધકો સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરશે. તમામ જિલ્લાઓમાં પ્રતિષ્ઠિત જગ્યાઓએ કુલ 107 કાર્યક્રમ એમ કુલ 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યુ છે.
રાજ્યભરમાં થનાર આ આયોજનો થકી એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરવા અંગે વર્લ્ડ રેકોર્ડ નોંધાવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
.01 જૂન 2024 ના રોજ પાટણની રાણકી વાવ તેમજ રમતગમત સંકુલ ખાતે સૂર્ય નમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના તમામ નાગરિકોને તમામ લોકો સમયબદ્ધ બને અને સૂર્ય નમસ્કારને પોતાના જીવનમાં ઉતરવા પાટણ કલેક્ટર દ્વારા આહવાન કરાયું.