પાકિસ્તાનથી માત્ર 6 મહિનામાં પતત ફરી અંજુ, શું સીમા હૈદર પણ કરી રહી છે પાકિસ્તાન જવાનું પ્લાનિંગ??

Spread the love

નવી દિલ્હી રાજસ્થાની મહિલા અંજુ જે આ વર્ષની શરૂઆતમાં તેના facebook ફ્રેન્ડસ રુલાને મળવા પાકિસ્તાન ગઈ હતી અને તેની સાથે લગ્ન કર્યા હતા તે મોડી રાત્રે અટારી વાઘા બોર્ડર મારફતે ભારતમાં પરત ફરી હતી જોકે તે હજુ સુધી રાજસ્થાનમાં પોતાના વતન પહોંચી નથી તે દેશમાં કેમ પાછી આવી છે તે અંગે પૂછવામાં આવતા અંજુએ તેના ચહેરાને માસ વડે ઢાંકી દીધું હતું અને તેણે કહ્યું હું ખુશ છું મારી પાસે કહેવા માટે બીજું કંઈ નથી

રાજસ્થાનના ભીવાડીની રહેવાથી અંજુના લગ્ન અરવિંદ સાથે થયા હતા એ બંનેને 15 વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રી છે 2019 માં અંજુ ફેસબુક પર નસરૂલ્લા મળી અને બંને પ્રેમમાં પડ્યા હતા માં અંજુ તેના પરિવારને જાણ કર્યા વિના નસરુલાને મળવા પાકિસ્તાન ગઈ હતી

અંજુના પતિ અરવિંદે મીડિયાને જણાવ્યું હતું કે તે જયપુર જવાનું કહીને ઘરેથી નીકળી હતી ત્યારબાદ પરિવારને ખબર પડી કે તે પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનમાં અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને તેનું નામ બદલીને ફાતિમાં રાખ્યું

લગ્ન પછી તરત જ તેણીની માનસિક સ્થિતિ સારી ન હોવાનાં અહેવાલ સામે આવ્યાં હતા. અહેવાલોમાં જણાવ્યા અનુસાર તે પોતાના બાળકોને યાદ કરતી હતી અને તેમને મળવા માટે થોડા સમય માટે ઘરે આવવા માંગતી હતી અને તેના પતિ નસરુટલા સાથે ભારત પરત ફરવાની ચર્ચા કરી હતી પરંતુ નસરુલાને વિઝાની મુશ્કેલીઓના કારણે ભારત આવવાની મંજૂરી મળી ન હતી.અંજુ ઓક્ટોબરમાં પણ ભારત પરત આવવાની હતી પરંતુ તેને વિઝા મળ્યા ન હતા

દરમિયાન અરવિંદે અંજુ સામે પીવાડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરીને બીજા લગ્ન અને હત્યા સહિતના અનેક આરોગો હેઠળ અને કેસ દાખલ કર્યા હતા. અંજુની સામે નોંધાયેલા કેસોને ધ્યાનમાં લઈને અંજુએ પોલીસનો સામનો કરવો પડશે

અરવિંદ હવે તેના બે બાળકો સાથે ક્યાં રહે છે તે જાણી શકાયું નથી અને ઇન્ટરવ્યૂ માટે તેમનો સંપર્ક પણ કરી શકાયો નથી.

સીમા હૈદર નામની 30 વર્ષે પાકિસ્તાની મહિલા 4 જુલાઈના રોજ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને ભારત પહોંચી હતી તે રાજસ્થાનના તેના પ્રેમી સચિન મીના સાથે રહેવા માટે નીપાળ થઈને લગભગ બે મહિનામાં તેના ચાર બાળકો સાથે ભારત આવી હતી સચિન અને સીમા હૈદર 2019 માં pubg બેટલ ગ્રાઉન્ડ રમતી વખતે સંપર્કમાં આવ્યા હતા

શંકા ઉપજાવતા સવાલ એ પેદા થાય છે કે સીમા હૈદર પાકિસ્તાની રો એજન્ટ છે? એનું ભારત આવવાનું મુખ્ય કારણ શું છે? શું તે પણ અંજુની જેમ પાકિસ્તાન પરત ફરશે?
અંજુ પાકિસ્તાનથી પરત: ભારતમાં રહેવાવાળી અંજુ એ જુલાઈમાં તમારા ફેસબુક મિત્ર નસુરુલ્લાથી લગ્ન કરવા માટે પાકિસ્તાન કર્યું હતું. અંજુ ઉર્ફ ફાતિમા (34) તેના બે બાળકોને ભારત છોડી પોતાના ફેસબુક મિત્ર નસરૂલ્લા સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્માખ્વા પ્રાંતના એક સુદૂર ગામમાં ચાલી ગઈ હતી. તેના પછી અંજુનો પાકિસ્તાની પતિ તેને છોડવા માટે વાઘા અટારી સીમા સુધી આવ્યો હતો.
અહેવાલ અનુસાર પાકીસ્તાનથી ભારત પરત આવતા પેહલા અંજુનો એક વિડિયો સામે આવ્યો હતો, અંજુના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં તેની સાથે ખૂબ સારો વ્યવહાર કરવામાં આવ્યો છે. લોકો દ્વારા અંજુને ખૂબ ઇજ્જત અને વ્હાલ કરવામાં આવ્યો હતો. અંજુના પતિ નસરૂલ્લાના જણાવ્યા અનુસાર અંજુ ભારતમાં પોતાના બાલકોને મળવા માટે પરત ફરી છે. તે જલ્દી પાકિસ્તાન પરત ફરશે, અંજુ પાસે હજી પાકિસ્તાની વિઝા છે. ભારત પહોંચી છે તેનું મુખ્ય કારણ હજી જાણી શકાયું નથી. અંજુ કયા ઈરાદાથી પાકિસ્તાનથી ભારત પરત ફરી છે? આ બાબત અત્યારે ચર્ચાનો વિષય બની છે.

બાળકોની યાદો અંજુને પરેશાન કરતી હતી

નસરુલ્લાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે ફોન પર વાત કરતા કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. તેણે કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું છે. તેણીએ કહ્યું કે તે પાકિસ્તાનમાં દસ્તાવેજીકરણની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પરત જશે.

પતિને જાણ કર્યા વગર પાકિસ્તાન પહોંચી ગઈ હતી. ઓગસ્ટમાં લગ્ન બાદ અંજુ અને નસરુલ્લા પહેલીવાર પેશાવરમાં હતા. પીટીઆઈ અનુસાર, તેણે પેશાવરમાં દિવંગત દિલીપ કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ ભારતીય ફિલ્મ કલાકારોના પૈતૃક ઘરોની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પર ચર્ચા એકઠી કર્યા પછી અંજુએ કહ્યું કે પાકિસ્તાન આવતા પહેલા મને ખબર નહોતી કે હું અહીં આટલી ફેમસ થઈ જઈશ. અંજુના લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર છે.તેમને 15 વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર છે. તેણે તેના પતિ અરવિંદને કહ્યું હતું કે તે થોડા દિવસો માટે જયપુર જઈ રહી છે. જોકે, બાદમાં તેના પતિને ખબર પડી કે તે પાકિસ્તાન ગઈ છે.


Spread the love
  • Related Posts

    Shaheed Diwas 2024 :23 માર્ચે કેમ મનાવાય છે શહિદ દિવસ? અને શું છે તેનું મહત્વ, SPECIAL STORY 1

    Spread the love

    Spread the loveShaheed Diwas 2024 :ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં છે Shaheed Diwas 2024 :દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો…


    Spread the love

    Ahmedabad News :ફ્લેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 9 ગાડી દોડી ગઈ, 41 વાહન બળીને ખાખ | Breaking News 1

    Spread the love

    Spread the loveAhmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી Ahmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *