પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા

Spread the love

Ahmedabad Uttarayan 2024 : આજે દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે.

શાહે વેજલપુરમાં ધારારભ્યો અને નેતઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ ઉજવણીમાં ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી. અમિત શાહને જોવા માટે વેજલપુરની અગાશીઓમાં ટોળા જામ્યા હતા. 

મનસુખ વસાવાએ પરિવાર સાથે ઉજવી ઉત્તરાયણ
૬ ટર્મ થી સતત ભાજપમાં સાંસદ બનતા આવેલ સંસદ મનસુખ વસાવા દર વર્ષે પોતાના પરિવાર સાથે ઘરના ધાબા પરથી જ પતંગ ચગાવે છે. આજે તેઓએ રાજકીય પતંગ અને પેચની વાત કરી સતત ૬ ટર્મથી જીતતા આવતા સંસદે સાતમી ટમમાં પણ ભાજપની જીત નિશ્ચિત છે તેવો દાવો કર્યો છે. કેમકે વિપક્ષ ગમે તેટલી દોરી અને ગુચ નાંખે પરંતુ અમારી પાસે શુદ્ધ ભારતીય દોરો છે અને તેથી અમારી જીત નક્કી છે. તમામ બેઠકો ભાજપને મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જ વડાપ્રધાન બિરાજશે

કોંગ્રેસના નેતાઓએ ઉજવી ઉત્તરાયણ
કોંગ્રેસના નેતાઓએ અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં પતંગ ચગાવી. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ ઉજવણીમાં જોડાયા. કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજય ગોહિલ ઉજવણીમાં જોડાયા. આમ, અનેક કોંગ્રેસના નેતાઓએ પણ પતંગનો તહેવાર ઉજવ્યો. એકબીજાને તલ-સીંગની ચિક્કી ખવડાવી શુભેચ્છા પાઠવી. 


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *