અમેરિકામાં 10 લાખ ડોલરની છેતરપિંડી 61 વર્ષના ગુજરાતીની ધરપકડ
2012થી 2019 દરમિયાન કૌભાંડ આચર્યું
ન્યૂયોર્ક : ન્યૂયોર્કમાં ઘાયલ મજૂરોની સારવાર કરતા ડોક્ટરો પાસેથી ૧૦ લાખ ડોલરની ચોરી કરવાના ઇરાદાથી મેડિકલ બિલ આપનારા ભારતીય મૂળના ૬૧ વર્ષીય વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે તેમ એટર્ની જનરલ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું છે.

ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે જાહેરાત કરી હતી કે અમરીશ પટેલ અને તેની બે કંપનીઓ મેડલિંક સર્વિસિઝ અને મેડિકલ પાર્ટનર્સને જાન્યુઆરી, ૨૦૧૨થી જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ચોરી કરવાના આરોપી ઠેરવવામાં આવ્યા છે.
અમરીશ પટેલે ઘાયલ મજૂરોની સારવાર કરતા ડોક્ટરો પાસેથી 10 લાખ ડોલરની ચોરી કરવા વીમા ફંડમાં નકલી બિલ રજૂ કર્યા
પટેલ અને તેની કંપનીઓ પર વીમા છેતરપિંડી, મોટી ચોરી, છેતરપિંડી, બિઝનેસ રેકોર્ડમાં અનિયમિતતા તથા મજૂરોના વળતરમાં છેતરપિંડી કરવાનો આરોપ છે.
ન્યૂયોર્કના એટર્ની જનરલની ઓફિસ અનુસાર એક લાખ ડોલરનું બોન્ડ ભર્યા પછી પટેલને ઇલેક્ટ્રોનિક સમીક્ષા હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે.
બુ્રકલિનના ઓર્થોપેડિક સર્જરી પ્રેક્ટિસને બિલ સેવા પ્રદાન કરવાવાળા પટેલને વર્કર્સ કોમ્પેન્સેશન રિઇમ્બર્સમેન્ટ્સથી ઓછામાં ઓછા ૧૧ લાખ ડોલર ચોરી કરવા માટે ન્યૂયોર્ક સ્ટેટ ઇન્સ્યુરન્સ ફંડમાં નકલી દાવા રજૂ કર્યા હતાં.
ન્યૂયોર્ક સ્ટેટ ઇન્સ્યોરન્સ ફંડના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અને સીઇઓ ગૌરવ વશિષ્ટે જણાવ્યું હતું કે શ્રમિકોને વળતર આપવાની સિસ્ટમની સાથે છેતરપિંડી વિશ્વાસ માટે ઘાતક છે તથા મેડિકલ પુરવઠકર્તાઓ, કેરિયર્સ, બિઝનેસ અને ઘાયલ મજૂરો સહિત સમગ્ર વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે.
પટેલ અને તેની કંપનીઓ ૨૦૧૧થી બુ્રકલિનથી ઓર્થોપેડિક સર્જરી પ્રેક્ટિસ માટે બિલિંગ સેવા સંભાળી રહી છે. પટેલ અને તેની કંપનીઓ પર શ્રમિક ઘાયલોની સર્જરી માટે બિલ આપવાની જવાબદારી છે.