ભરૂચના નેશનલ હાઈવે પર રાંધણ ગેસના બોટલથી ભરેલો ટેમ્પો પલટી જતાં દોડધામ, Breaking News 1

Spread the love

ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર એક રાંધણ ગેસનો બોટલ ભરેલો ટેમ્પો પલટી જતાં દોડધામ મચી ગઈ હતી.

ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર એક રાંધણ ગેસનો બોટલ ભરેલો ટેમ્પો પલટી જતાં દોડધામ મચી ગઈ હતી. જેમાં ટેમ્પા ચાલકને ઈજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઇ નતી. ગેસના બોટલો ભરેલો ટેમ્પો પલ્ટી મારતા હાઇવે પર બોટલો પડ્યા હતા.

નેશનલ હાઈવે

આજ રોજ વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 48 પરથી મુંબઈ તરફથી એક આઇસર ટેમ્પોનો ચાલક રાંધણ ગેસના બોટલો ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો. આ સમયે તે અસુરીયા પાટિયા પાસે ટેમ્પો અચાનક પલ્ટી જતાં હાઇવે ઉપર ગેસના બોટલો ફેલાઈ ગયા હતાં. જોકે, ગેસના બોટલો માર્ગ પર પડતા જ અન્ય વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસે ઘટના સ્થળે પહોચી

આ ટેમ્પો રસ્તા વચ્ચે પડતા ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકમાં થતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતમાં ઘાયલ ટેમ્પો ચાલકને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો. પોલીસે ક્રેઈનની મદદથી ટેમ્પોને સીધો કરી રાંધણ ગેસના બોટલોને સાઈડમાં હટાવી હાઈવે ક્લીયર કરાવી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો. જોકે, સદનસીબે ગેસના બોટલો ખાલી હોવાથી મોટી ઘટના ટળી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *