સોલા, એસ.જી. હાઈવે, નિરમા યુનિવર્સિટીની સામે જાહેર રોડ ખાતેથી ઈંગ્લીશ દારૂની બોટલ – ૬૭૨ નંગ તથા બિયર ૫૦૪ નંગ તથા વાહન મળી કુલ રૂ. ૯,૫૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડી પાડવામાં આવેલ.

નિરમા યુનિવર્સિટીની સામે જાહેર રોડ ખાતેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો : આગામી ૨૬મી જાન્યુઆરી અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર જે.એચ.સિંધવ ની ટીમ દ્વારા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપીઓ પકડવા કાર્યરત હતા તે દરમ્યાન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી આધારે સોલા, એસ.જી. હાઈવે, નિરમા યુનિવર્સિટી સામેના જાહેર રોડ ઉપરથી આરોપીઓ ચેતન ગીરધારીભાઈ માળી કબ્જામાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ – ૬૭૨ નંગ તથા બિયરની બોટલ તથા ટીન – ૫૦૪ નંગ મળી જેની કુલ કિ.રૂ. ૧,૩૪,૪૦૦/- તથા હ્યુન્ડાઈ ક્રેટા કાર નંગ-૦૧ કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૯,૫૪,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આરોપીઓની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો પોતે રાજસ્થાન વિજ્યનગર બોર્ડરથી રોનક કલાલ ખેરવાડાને ત્યાંથી લાવેલ અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ જયઅંબે અર્જુનભાઈ રાવળ ને આપવા આવેલ હોવાનુ જણાવેલ. જે પકડાયેલ આરોપીઓ તથા રોનક કલાલ જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાવળ વિરુધ્ધ ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવાની આગળની વધુ તપાસ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા નાઓ ચલાવી રહેલ છે.