અમદાવાદના નિકોલમાં આવેલ હોટલમાં ફ્રૂડ પોઈઝનીગનો મામલો સામે આવ્યો હતો, આજે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હોટેલની તપાસ શરૂ કરી છે.
અમદાવાદના નિકોલમાં એસ.પી. રીંગ રોડ પર આપેલ વિશાલા લેન્ડમાર્ક કોમ્પ્લેક્ષમાં આવેલ મેરી ગોલ્ડ હોટેલમાં ગત રોજ ફ્રૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો હતો. જેમાં ગઈકાલે લગ્રમાં હાજર રહેલ 44 થી વધુ લોકોને અસર પહોંચતા તમામ લોકોને સારવાર અર્થે અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા હોટેલની તપાસ શરૂ કરી હતી.
6 લોકોને ગંભીર અસર થતા મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
ગત રોજ અમદાવાદના નિકોલમાં લગ્ર પ્રસંગમાં ફ્રૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી. રાજપીંપળાથી આવેલા જાનૈયાઓ અને કન્યા પક્ષના મહેમાનો ફ્રૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. મેરીગોલ્ડ હોટલમાં યોજાયેલા પ્રસંગરમાં પિરસાયેલા ભોજન બાદ જાનૈયાઓની તબીયત બગડી હતી.
મહેમાનોને વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસાયો હતો. મોડી રાત્રે કન્યાની વિદાય બાદ એક બાદ એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. 6 લોકોને ગંભીર અસર થતા મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કન્યાપક્ષના સંખ્યાબંધ લોકોને પણ ફ્રુડ પોઈઝનિંગની અસર થઈ હતી.
મોડી રાત્રે ફ્રૂડ પોઈઝનિંગના પાંચ દર્દીઓ દાખલ થયા છેઃ ર્ડા. લીના ડાભી
મણિનગરની એલજી હોસ્પિટલમાં ત્રણ મહિલાઓ અને બે પુરૂષોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એલજી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ર્ડા. લીના ડાભીએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે ફ્રૂડ પોઈઝનિંગના પાંચ દર્દીઓ દાખલ થયા છે. નિકોલ વિસ્તારમાં લગ્ર પ્રસંગને કારણે તેઓની તબિયત બગડી હતી. ત્યારે હાલ તમામ દર્દીઓની તબીયત સ્થિર છે.