ધારાસભ્ય કે સી રાઠોડે કહ્યું કે,ભાજપનો ભરતી મેળો ચાલુ છે, આવવું હોય તે આવી જાઓ. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે,ઘણાને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે અને એ અહીં નહીં ચાલે.
ધારાસભ્ય કે સી રાઠોડે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ધારાસભ્ય કહ્યું કે,ભાજપનો ભરતી મેળો ચાલુ છે, આવવું હોય તે આવી જાઓ. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે,ઘણાને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે અને એ અહીં નહીં ચાલે.

‘પ્રજાના કામ કરવા પડે’
ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે. કોંગ્રેસ પર નિશાન સાધતા ઉનાનાં ધારાસભ્ય કે સી રાઠોડે કહ્યું કે, જાહેરમાં એ લોકો વાતો કરે છે. હું ખાતો નથી ખાવા દેતો નથી. પરંતુ મળે તો મુકતા પણ નથી.આ વાયરલ વીડિયોએ ઉનાનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
‘કેટલાકને આવવું છે પણ..’
તેમણે જણાવ્યું હતું કે, કેટલાકને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે, પરંતુ અહીં કંઈ પણ મળશે નહી આવવું હોય તો આવી જાઓ.લોકોની સેવા કરવાની ઈચ્છા હોય તેમજ સત્તામાં રહેવાની ઈચ્છા હોય તો આવી જાઓ.વધુમાં કહ્યું કે, અહી આવ્યા પછી લોકસેવાની તૈયારી રાખવી પડશે.