દારૂડિયાએ પત્નીને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દઇને લાશ ઝાડીમાં ફેંકી દીધી

Spread the love

ચાર બાળકોએ માતાનું વાત્સલ્ય ગુમાવ્યું : દારૂ પીવાની બાબતે પત્ની દ્વારા ઝઘડો કરવાથી મારમાર્યાની આરોપીની કબુલાત

Gandhinagar : ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં શાતિગ્રામ નજીક પીએસપી કોલોનીમાં પત્ની દ્વારા દારૂ પીવાની બાબતે ઝગડો કરવામાં આવ્યો હોવાને પગલે પતિએ તેને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેની લાશને રેલવે લાઇન પાસે ઝાડીઓમાં ફેંકી દીધાનો બનાવ પોલીસના દફતરે નોંધાયો છે. યુવતીના કમોતના પગલે તેના ચાર બાળકોએ માતાનું વાત્સલ્ય ગુમાવ્યુ હતું. જ્યારે પતિએ દારૂ પીવાની વાતે પત્નીને માર માર્યાનું કબુલ્યુ હતું.

અડાલજ પોલીસ દ્વારા આ બનાવ સંબંધમાં મૃતક મહિલા દિપીકાના કલોલ રહેતા ભાઇ ભરત ઓમપ્રકાશ પ્રજાપતિની ફરિયાદ પરથી તેના બનેવી અને દિપીકાના પતિ સોનુ ઉર્ફે મથુરાપ્રસાદ પંચમલાલ પ્રજાપતિ સામે ખુનનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે ફરિયાદીની સાત બહેનો પૈકી દિપીકાના લગ્ન ૧૨ વર્ષ પહેલા મથુરાપ્રસાદ સાથે કરવામાં આવ્યા હતાં. ત્યારે આરોપી અમદાવાના સરસપુર વિસ્તારમાં રહેતો હતો. લગ્નજીવન દરમિયાન દિપીકાએ બે પુત્ર અને બે પુત્રીને જન્મ આપ્યો હતો. આ દંપતિ હાલમાં શાંતિગ્રામ નજીક પીએસપી કોલોનીમાં રહીને મજુરીકામ કરી જીવન નિર્વાહ કરતાં હતાં.

ગત તારીખ ૯મીએ રાત્રે પીએસપી કોલોનીમાં જ રહેતા પ્રમોદ નામના પાડોશીએ ભરતભાઇને ફોન કરીને મથુરાદાસ અને દિપીકા વચ્ચે માથાકુટ થયાંની જાણ કરી હતી. બીજા દિવસે ભરતભાઇ તેની બહેનની ભાળ પૂછવા આવ્યો ત્યારે ઘરમાં બહેન કે બનેવી હાજર નહીં હોવાથી બાળકોને પૂછતાછ કરી ત્યારે ભાણીએ તેને કહ્યું હતું, કે તેના પિતા માતાને લઇને દવાખાને દવા લેવા જવાનું કહીને નીકળ્યાં છે. જેના પગલે મથુરાદાસની સાંજ સુધી રાહ જોય બાદ આસપાસમાં તપાસ કરવા નીકળ્યા ત્યારે મથુરાદાસ દંતાલી નજીક રેલવેના પાટા તફથી આવી રહ્યો હતો. તેને પૂછતાં શરૂઆતમાં આડા અવળા જવાબ વાળ્યા બાદ તેણે દારૂ પીવાની વાતે ઝગડો થયાં બાદ દિપીકાને ગડદાપાટુ માર્યાની અને હાલમાં ઝાડીઓ પડી હોવાનું જણાવ્યુ હતું. ભરતભાઇએ અન્ય લોકોને સાથે રાખીને તપાસ કરતાં રેલવે ટ્રેકની સાઇડમાં બાવળની ઝાડીઓમાંથી દિપીકા મૃત હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ભરતભાઇની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધ્યો હતો.


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Gandhinagar News :ગાંધીનગર મહાનગરપાલિકા કોગ્રેસમુક્ત બની, Breaking News 1

Spread the love

Spread the loveGandhinagar News :ગાંધીનગર મહાનગરપાલિકા કોગ્રેસમુક્ત બની છે Gandhinagar News :ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા કોગ્રેસમુક્ત બની છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપમાં 41 કોર્પોરેટરો…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *