આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે દાંડી હેરીટેજ માર્ગ પર ખાનગી માલિકીની જમીનની બહાર બનાવી દેવાયેલું ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલા મેલડી માતાનાં મંદિર
આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે દાંડી હેરીટેજ માર્ગ પર ખાનગી માલિકીની જમીનની બહાર બનાવી દેવાયેલું ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલા મેલડી માતાનાં મંદીરની ડેરીને તોડવા માટે અનેક વાર નોટીસો આપવા છતાં મંદીરનું ગેરકાયદેસર દબાણ દુર કરવામાં નહી આવતા.
આજે આણંદનાં માર્ગ મકાન વિભાગનાં દાંડી હેરીટેજ રોડનાં અધિકારીઓ દ્વારા જેબીસી મશીન અને મજુરો સાથે મંદીરની ડેરીનું ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરતા મંદીરનાં વહીવટકર્તા અને શ્રદ્ધાળુઓનાં ટોળા મંદીરમાં ઉમટી પડયા હતા અને હોબાળો મચાવી દબાણ તોડવા નહી દેતા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો જો કે કલેકટરને રજુઆત બાદ મંદીર તોડવા સામે પાંચ દિવસની મહેતલ આપવામાં આવતા મામલો થાળે પડયો હતો.
આણંદ શહેરમાં ગોપીસિનેમા સામે દાંડી હેરીટેજ માર્ગ પર ખાનગી માલિકીની જગ્યાની આગળ કેટલાક વર્ષો પૂર્વે ગેરકાયદેસર રીતે મેલડી માતાની મંદીરની ડેરી બનાવી ત્યારબાદ સેડ મારી જગ્યા કોર્ડન કરી દેવામાં આવી હતી,જે અંગે જમીન માલિક દ્વારા માર્ગ મકાન વિભાગનાં દાંડી હેરીટેજ વિભાગમાં ફરીયાદ કર્યા બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે નોટીસો ફટકારવામાં આવી હતી.
તેમ છતાં દબાણો દુર કરવામાં નહી આવતા આજે માર્ગ મકાન વિભાગનાં દાંડી હેરીટેજનાં અધિકારીઓ જેસીબી મશીન અને મજુરો સાથે મંદીરની ડેરીનું ગેરકાયેદસર દબાણો દુર કરવા જતા મંદીરની ડેરીનો વહીવટ કર્તા લોકો તેમજ અન્ય ભકતોનું ટોળુ મંદીરની ડેરીમાં ધુસી ગયું હતું અને ડેરીનું ગેરકાયદેસર દબાણ દુર કરતા અટકાવ્યા હતા જેને લઈને ધટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
સાંજનાં ચાર વાગ્યાનાં સુમારે મંદીર ડેરી પરિસરમાંથી પોલીસે ભકતોનાં ટોળાને બહાર કાઢવાનો પ્રયાસ કરતા પોલીસ અને ભકતો વચ્ચે ધર્ષણ થયું હતું જો કે આ બનાવ અંગે કલેકટરને રજુઆત થતા કલેકટરએ મંદીરની ડેરીનું ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી પાંચ દિવસ બંધ રાખવા આદેશ આપતા મામલો થાળે પડયો હતો.