ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા દલિત આગેવાન સામે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
દલિત આગેવાન મનહર કાનજીભાઈ રાઠોડ તેમજ વીણાબેન કાનજીભાઈ રાઠોડ સામે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરિયાદ

આરોપી મનહર કાનજીભાઈ રાઠોડએ ફરિયાદીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અને કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી શારીરિક માનસિક શોષણ કરી રૂમમાં ગોંધી રાખ્યા અંગેની ફરિયાદ નોંધાઇ
તેમજ વીણાબેન નામના આરોપીએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને ગુનામાં મદદ કરી જે અંગે બોર તળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો.
પોલીસે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેને લઈને સીટી ડીવાયએસપી સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી