થર્ટી ફસ્ટ ને લઈ રાજસ્થાન ને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ની રૂટિન ચેકીંગ મા કરવામાં આવ્યો વધારો
નવા વર્ષ ની ઉજવણી ને લઈ લોકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે ગુજરાત પોલીસે કમ્મર કસી હોય તેમ સરહદીય અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા જતા નાના મોટા તમામ વાહનો નું જીણવટ ભર્યું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજસ્થાન ની સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ હથિયાર તેમજ બોડીવોન કેમેરા પાસે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા આવતા જતાં નાના મોટા તમામ વાહનો નો પર બાઝ નજર રાખી જીણવટ ભર્યું ચેકીંગ કરાઈ રહ્યું છે.જેમાં દારૂ સહિત કેફી પદાર્થ જેવા ગુનાઓ અટકાવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે જ્યારે શંકાસ્પદ વાહન ચાલકો નું ફોટો આઈડી ચેક કરી પ્રવેશ આપવા માં આવી રહ્યો છે