બનાસકાંઠા : થરાદના પઠામડા ગામે દારૂબંધીને લઈ ઠાકોર સમાજ જાગૃત બન્યો
થરાદના પઠામડા ગામે દારૂબંધી : ગામમાં દારૂનું વેચાણ કરનાર પીનાર અને દેખનાર જો દારૂબંધી નહીં કરાવે તો દંડ વસુલાશે..

ગામમાં યુવાનો દારૂના રવાડે ચડતાં ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોએ સામૂહિક નિર્ણય લીધો

પઠામડા ગામે દારૂ વેચનારને પાંચ બોરી બાજરી નો ધર્માદો અને દારૂ પી અને તોફાન કરનારને બે બોરી અને જેને જાણ છે છતાં અજાણ બનશે તેને એક બોરી ધર્માદાની જાહેરાત કરી
થરાદ પંથકમાં દેશી દારૂ ને લઇ પ્રથમ વખત ગ્રામજનો જાગૃત બની ગામમાં દારૂબંધી કરાવી
પઠામડા ગામે નકળંગ ભગવાનના મંદિરે ઠાકોર સમાજના આગેવાનો એકઠા થઈ લીધો નિર્ણય
દારૂબંધી ને લઈ ગ્રામજનો એ સામૂહિક નિયમો બનાવ્યા.