જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS તપાસ તેજ કરી છે, જેમાં તરલ ભટ્ટના સહકર્મી રહેલા બે પોલીસ કર્મચારીનાં નિવેદન લેવામાં આવ્યા છે
જૂનાગઢ તોડકાંડના 3 આરોપી પૈકી પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને એટીએસ દ્વારા તાજના સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. કેસની ગંભીરતા જોતા એટીએસ દ્વારા બંને પોલીસ કર્મચારીઓના 164 મુજબ નિવેદન લઈ તરલ ભટ્ટે કેવી રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તેની તમામ માહિતી એકત્રિત કરી હતી. જે બાદ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ એટીએસ દ્વારા બંને પોલીસ કર્મચારીઓનો તરલ ભટ્ટે માત્ર ઉપયોગ કર્યો હોવાનો રિપોર્ટ ગૃહ વિભાગમાં કર્યો હતો. તેમજ આ તોડકાંડમાં બંને કર્મચારીની કોઈ ભૂમિકા નહી હોવાનો પણ રિપોર્ટ કરવામાં આવશે.

સમગ્ર કેસની તપાસ ATS ડીવાયએસપી કરી રહ્યા છે
જૂનાગઢ તોડકાંડ મામલે જૂનાગઢ રેન્જ ડીઆઈજી રિડર પીઆઈ એસ.એન. ગોહિલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ એસઓજી અને સાઈબર સેલના પીઆઈ એ.એમ. ગોહિલ, માણાવદરના સર્લક પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર કેસની તપાસ એટીએસના ડીવાયએસપી શંકર ચૌધરી કરી રહ્યા છે.
પોલીસ દ્વારા 50 થી વધુ લોકોના નિવેદન લીધા
જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવા તેમજ કેસને મજબૂત કરવા માટે એટીએસ દ્વારા અત્યાર સુધી પોલીસ કર્મચારી, અધિકારી, બુકી, આંગડિયા પેઢીના માલિકો, તરલ ભટ્ટ તેમજ આરોપી પરિવારના સભ્યો મળીને 50 થી વધુ લોકોના નિવેદન લીધા હતા.