યુવતીને રોજગારી આપવાના નામે 50,000 રૂપિયા કઢાવી એને નજરકેદ કરી

તાપી જિલ્લાના યુવાનો માટે ચેતવણી:
તાપી જિલ્લાના યુવાનો માટે ચેતવણી રૂપ ઠગાઈ નો કિસ્સો સામે આવ્યો. યુવતીને રોજગારી આપવાના નામે તાપી માં યુવતી પાસે 50,000 કઢાવી નજરકેદ કરી રખાઈ.
યુવાઓની બેરોજગારીનો ફાયદો ઉઠાવી, તાપી જિલ્લાની એક આદિવાસી યુવતીને રોજગારી આપવાના નામે એની પાસે 50,000 રૂપિયા કઢાવી એને નજરકેદ કરી રખાઈ હતી. ત્યારે કેવી રીતે આ ઠગ ટોડકી લાખો રૂપિયા પડાવે છે આવો જાણીએ.
હાલ ગુજરાત અને દેશમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધી રહ્યું છે, અનેવાઓમાં સોશિયલ મીડિયાનું ચલણ પણ વધ્યું છે. ત્યારે આનો ફાયદો આવી ઢગ ટોળકીઓ ઉઠાવી રહી છે.
ત્યારે તાપી જિલ્લાના યુવાનો માટે ચેતવણી રૂપ ઠગાઈ ના આ કિસ્સા ને આપડી ચેનલ દ્વારા લોકો સામે લાવી આવી છેતરપિંડી ના રેકેટ ને અટકાવવા,ઉઘાડા પાડવા અને આવા કોલ સેન્ટરોને તાપી જિલ્લા જ નહીં પણ આરસ પાસ ના વિસ્તારો માંથી, હંમેશા માટે ઉખાડી ફેંકવા અભિયાન હાથ ધરાયું છે.

તાપી જિલ્લાના યુવાનો માટે ચેતવણી:
તાપી જિલ્લામાં ચાલી રહેલ આ રેકેટ માં મોટી સંખ્યામાં યુવક યુવતીઓને રોજગારીના નામે છેતરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાની આદિવાસી યુવતી સાથે ઘટેલી સમગ્ર ઘટના એણે ચેનલ સાથે વર્ણવતા જણાવ્યું કે,
ખૂબ જ આયોજન પૂર્વક ચલાવવામાં આવતા આ રેકેટમાં પહેલા instagram પર સંપર્ક કરી સ્થાનિક યુવક યુવતીઓ સાથે મિત્રતા કેળવવામાં આવે છે, અને ત્યારબાદ એમને જોબ આપવાના નામે સિટી મોલ કો કોમર્સ હબ વ્યારા ખાતે બોલાવવામાં આવી રહ્યું છે.
ભોગ બનેલ યુવતી પાસે ઓનલાઇન આઇડી ખોલાવવાના નામે ટુકડે ટુકડે 50000 રૂપિયા જેવા લઈ લેવામાં આવ્યા. અને ત્યારબાદ તેને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ તળાવ નજીકની બહુમાળી ઈમારતમાં પાંચમાં માળે રાખવામાં આવી. ત્યાં એને ફોન પર કોઈ સાથે આ જોબ અંગે વાતચીત કરવા દેવામાં આવતી ન હતી.
એના પિતા બે વખત યુવતીને પૈસા આપવા અને મળવા આવ્યા પણ એને ઓફિસ કેે રૂમ પર જવા દેવામાં આવ્યા ન હતા. જેથી કરીને એમનો ખુલાસો ન થાય. અનેક લોકો પાસે જોબ માં ટ્રેનિંગના નામે હજારો લાખો રૂપિયા પડાવી રહેલી આઠ હક તોડકી પાસે કરોડો રૂપિયાનો વ્યવહાર બહાર આવવાની પૂરી શક્યતા છે.
જેમાં ચેનલ ના સંપર્કમાં આવેલ આ યુવતીને હિમ્મત આપતા આ યુવતી હિંમત કરી સામે આવી અને એ પોલીસ ફરિયાદ નોંધાવવાની એને તૈયારી બતાવી છે. પોતાના પૈસા પાછા માંગવા સંઘર્ષ કરી રહેલી યુવતીએ સંપૂર્ણ સ્ટોરી જણાવતા કહ્યું કે,
અહીં સવાલો એ ઊભા થાય છે કે આવા કોલિંગ સેન્ટરો ઉભા કરી બીજા રાજ્યમાંથિ આવેલા કે આ રાજ્યના લોકો અહીં, ભોળા અને બેરોજગાર યુવક યુવતીઓને આ રીતે શિકાર બનાવી રહ્યા છે કેમ એની જાણ હજી સુધી પોલીસને નથી થઈ? જેની દુકાનમાં આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવી રહ્યો છે શું એ પણ આનો પાર્ટનર છે? જેણે આવી ઠગ ટોળકીને ફ્લેટ ભાડે આપ્યો તેનો આમાં કેટલા ટકા હિસ્સો છે?

અને સૌથી મોટો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે તાપી જિલ્લામાં હજી આવા કેટલા કોલ સેન્ટરો ચાલી રહ્યા છે જે લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે?
કોના આશીર્વાદથી ચાલી રહ્યા છે આ છેતરપિંડીના સેન્ટરો એ પણ તપાસનો વિષય??
આવા છેતરપિંડીના કોલ સેન્ટરોના દેશમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે,
મહાદેવ બેટિંગ એપ કેસ: મહાદેવ સટ્ટાબાજીની એપ કેસ એ એક ગેરકાયદેસર ઓનલાઈન જુગાર પ્લેટફોર્મ સાથે સંકળાયેલું કૌભાંડ છે જેનો ઉપયોગ પૈસાની ઉચાપત કરવા માટે કરવામાં આવ્યો હતો. આ એપ દુબઈ સ્થિત સૌરભ ચંદ્રાકર અને તેના સાથી રવિ ઉપ્પલ દ્વારા ચલાવવામાં આવી હતી, જેઓ બંને છત્તીસગઢના વતની છે.
2023 કેશ ફોર ક્વેરી સ્કેમ: 2023 કેશ ફોર ક્વેરી કૌભાંડ એ ભારતમાં કથિત ભ્રષ્ટાચાર કૌભાંડ છે જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામેલ છે. ઓક્ટોબર 2023માં, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર લોકસભામાં પ્રશ્નો પૂછવા માટે લાંચ અને તરફેણ સ્વીકારી હતી. દુબેએ એવો પણ દાવો કર્યો હતો કે મોઇત્રાએ હિરાનંદાની સાથે તેમના લોકસભા લોગિન ઓળખપત્રો શેર કર્યા હતા, જેમણે તેનો ઉપયોગ અદાણી મુદ્દે સંસદીય પ્રશ્નોના મુસદ્દા અને પોસ્ટ કરવા માટે કર્યો હતો.
તાપી જિલ્લાના યુવાનો માટે ચેતવણી રૂપ ઠગાઈનો કિસ્સો 1 Scam