ડભોઇનો યુવક છેતરાયો : SBIના 1 કસ્ટમર કેર નંબર ઉપર કોલ કર્યો, ફેક કોલ દ્વારા છેતરપિંડી The youth of Dabhoi was deceived

Spread the love

ડભોઇનો યુવક છેતરાયો – રૂપિયા બે લાખ ઉપરાંત ગુમાવ્યાં

ડભોઇનો યુવક છેતરાયો ડભોઇ નગરમાં આંબેડકર સોસાયટીમાં રહેતા રવિન્દ્ર મકવાણા નામના યુવક જે ડિશ કેબલ કનેક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ એસબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડથી રૂ .2000 નું‍ ઓનલાઈન ટ્રાન્જેશન કર્યુઁ હતું.

ડભોઇનો યુવક છેતરાયો

જે ટ્રાન્ઝેક્શન સક્સેસ થયું ન હોવાથી તેઓએ sbi ક્રેડિટ કાર્ડ ઉપર છાપેલાં ટોલ ફ્રી નંબર પર કોલ કરતા, તે ડિસકનેક્ટ થયો હતો અને સામેથી તુરંત જ એક ફેક કોલ આવ્યો હતો અને તેમનાં વિવિધ બેન્ક ખાતા ઓમાંથી રૂપિયા બે લાખ ઉપરાંતની રકમ ઉપડી ગ ઈ હતી અને તેઓ છેતરાયા હોવા અંગેની તેઓએ ઓનલાઇન સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી છે.

જાણવા મળતી માહિતી મુજબ 25/12/23 ના રોજ ઓનલાઇન ટ્રાન્જેશન દ્વારા Gtpl કંપનીમાં રૂ. 2000નું ટાન્જેકશન કર્યુ હતું.

ડભોઇનો યુવક છેતરાયો પરંતુ તે ટ્રાન્જેશનના રૂપિયા ન પહોંચતા, તેઓએ SBI ક્રેડિટકાર્ડના કસ્ટમર કેર કોલ સેન્ટર ઉપર કોલ કરતાં જ રૂપિયા 2 લાખ ઉપરાંતની રકમની ગુમાવી પડી હતી. સૌપ્રથમ રવિભાઈએ પોતાના 2000 રૂપિયાના ટ્રાન્જેક્શન અંગે sbi કસ્ટમર કેર માટેનાં ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો હતો.

ડભોઇનો યુવક છેતરાયો

જે કોલ ડીસકનેક્ટ થઈ ગયો હતો અને કસ્ટમર કેરના નામે એક ફેક કોલ આવ્યો હતો અને સ્ટેપ બાય સ્ટેપ તેઓને પોતાના મોબાઈલમાં તે વ્યક્તિ એ બતાવ્યાં મુજબ તેઓ કરતાં જ ગયાં અને વાતોમાં એ સમય દરમિયાન તે વ્યક્તિ એ તેઓની પાસે મોબાઇલમાં Anydesk એપ્લિકેશન ડાઉનલોડ કરાવી દીધી અને સંપૂર્ણ ડેટા તે કહેવાતાં કસ્ટમર કેર પ્રતિનિધિએ મેળવી લીધાં અને તેઓના ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ પૂરી કરી દીધી.

તે ઉપરાંત તેમનાં સેવિંગ ખાતામાં રહેલા રૂપિયા 8,000 પણ સેરવી દીધાં હતાં. આમ, રવિભાઈએ બે લાખ ઉપરાંતની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી તેઓએ સાઇબર ક્રાઇમનો સહારો લઈ સાઇબર ક્રાઇમમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

ડભોઇનો યુવક છેતરાયો ડભોઈમાં બનેલી આ ઘટનાથી અનેક તર્ક વિતર્કો શરૂ થયાં છે અને બેન્કિંગ ક્ષેત્રમાં કસ્ટમર કેર કોલ સેન્ટરો ઉપર પણ મોટાં સવાલો ઉભા થવા પામ્યા છે.

નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રતિષ્ઠિત સરકારી બેન્કોના કસ્ટમર કેર કોલ સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓ પણ કદાચ સંકળાયેલા હોઈ શકે તેવી ચર્ચાઓએ નગરમાં વેગ પકડ્યો છે.

ડભોઇનો યુવક છેતરાયો

એક તરફ સરકારશ્રી દ્વારા ડિજિટલ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ બીજી તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિવિધ રીતે થતાં ફ્રોડના બનાવોથી નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહયો છે.

ડભોઇનો યુવક છેતરાયો એટલું જ નહીં પરંતુ મોબાઈલ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ, બેન્કિંગ ક્ષેત્રમાં રહેલાં લોકોના ડેટા પણ લીક થતાં હોવાનું પણ જાણવા મળી રહયું છે.

ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે એટલે જ સાયબર ક્રાઈમ પણ અવરનેસના કાર્યક્રમ અને જન જાગૃતિ માટે પ્રયત્ન કરે છે. આ ઘટના અંગે હવે પોલીસ તંત્ર એ ગુનો નોંધી વધુ કાનૂની તપાસ હાથ ધરી છે અને આ રીતે છેતરપિંડી આચરનારને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

link 1

link 2


Spread the love
  • Related Posts

    Shaheed Diwas 2024 :23 માર્ચે કેમ મનાવાય છે શહિદ દિવસ? અને શું છે તેનું મહત્વ, SPECIAL STORY 1

    Spread the love

    Spread the loveShaheed Diwas 2024 :ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં છે Shaheed Diwas 2024 :દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો…


    Spread the love

    Ahmedabad News :ફ્લેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 9 ગાડી દોડી ગઈ, 41 વાહન બળીને ખાખ | Breaking News 1

    Spread the love

    Spread the loveAhmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી Ahmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *