જૂનાગઢથી આવેલ સાયન્સ સ્ટ્રીમમાં અમદાવાદ ડેન્ટલનો અભ્યાસ કરતો વિદ્યાર્થી દાંત નહિ પણ જેલના સળિયા ગણતો થઈ ગયો છે.
અમદાવાદ સહિતના ક્રીમ અને કોમર્શિયલ વિસ્તાર એવા એસ.જી. હાઇવે પર સોલા, સેટેલાઇટ, સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની હદ લાગે છે. છેલ્લા કેટલાય દિવસથી એસ.જી હાઇવે પર બાઈક અને કારની ચોરીની ઘટનાઓ એક પછી એક 14 જેટલી ઘટનાઓ સામે આવી જેમાં અમદાવાદ ઝોન 1 દ્વારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણેય આરોપીઓ જૂનાગઢના છે અને અભ્યાસ તથા રોજગારી મેળવવા માટે અમદાવાદ આવ્યા હતા પણ આર્થિક રીતે ફસાઈ જતાં ચોરીના રવાડે છે.
ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતા મેડિકલ કોલેજની ફી બાબતે ફાંફા પડ્યા
રાહુલ ચાંપેનેરી છે જે ફક્ત 23 વર્ષનો અને ડેન્ટલનો સ્ટુડન્ટ છે. પરંતુ અભ્યાસમાં ફેલ થયો અને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો. ત્યાર બાદ ઓનલાઇન ગેમિંગમાં પૈસા હારી જતા મેડિકલ કોલેજની ફી બાબતે ફાંફાં પડ્યા અને અંતે આર્થિક સંકળામણને કારણે બાઇક ચોરી કરવા માટે લાગ્યો, બીજા સહ આરોપીઓની વાત કરવામાં આવે તો યોગેશ કે જે અમદાવાદ આવીને લોકડાઉન પહેલા પાનનો ગલ્લો શરૂ કર્યો હતો. પરંતુ લોકડાઉનમાં ગલ્લો સંપુર્ણ લોક વાગી ગયો જ્યારે દિલીપ અગાઉ પણ ચોરીના કિસ્સામાં ઝડપાયો છે.
એસ.જી. હાઇવે પર બાઇકની રેકી કરતા હતા
આરોપીઓની ચોરીના વાત કરવામાં આવે તો આરોપી રાહુલ ચાંપાનેરી, યોગેશ બોરખતરીયા અને દિલીપ બોરખતરીયા ત્રણેય અમદાવાદના એસ.જી. હાઇવે પર બાઇકની રેકી કરતા હતા અને આસાનીથી જુની ચાવીથી બાઇક ચાલુ થઇ જાય તેવી બાઇકોને ટાર્ગેટ બનાવતા હતા. જ્યારે પોલીસ તો I20 ગાડીની ચોરીના કેસ બાબતે તપાસ કરતી હતી પરંતુ 9 પોલીસ સ્ટેશન વિસ્તારના બાઇક ચોરીના ભેદ ઉકાલાયા છે. જ્યારે ચોરીના બાઇક રેપીડો સર્વિસમાં ચાલતા પોલીસે રેપીડો કંપનીને પણ નોટીસ પાઠવી છે.