જૂનાગઢ જિલ્લાનું માળીયા હાટીના આજે અચાનક ચર્ચાનું કેન્દ્ર બન્યું…
જૂનાગઢ જિલ્લા : ચકચારી ડબલ મર્ડર પ્રકરણમા NRI દંપતીને ઓસ્ટ્રેલિયા કોર્ટ દ્વારા સજા કરાઇ..
જૂનાગઢ જિલ્લા : જેને લઇ માળીયા સ્થિત મૃતકના પરિજનો દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી..

લંડનમાં રહેતા અને ભારતીય મૂળના પરિણીત યુગલને કોકેઇન સ્મગ્લિંગ, મની લોન્ડ્રિંગ કેસમાં ઓસ્ટ્રેલિયાની સાઉથવર્ક ક્રાઉન કોર્ટે 33 વર્ષની સજા ફટકારી.. કેશોદના કવલજીત સિંહ રાયજાદા અને પંજાબની તેની પત્ની આરતી ધીર સામે ડ્રગ્સની નિકાસ મામલે વર્ષ 2021માં ગુન્હો દાખલ કરવામાં આવેલ…આ દંપતીએ 514 કિલો કોકેઈન ઓસ્ટ્રેલિયા પહોંચાડેલ..આ નસીલા પદાર્થની અંદાજિત ભારતીય કિંમત 600 કરોડ મનાઈ રહી છે…કવલજીતસિંહ રાયજાદા અને આરતી ધીર લંડનમા ખાનગી કંપની ચલાવતા હતા.પરંતુ આ ધંધાની આડમાં દંપતી ડ્રગ્સ હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું… 2021 માં આ દંપતિ પર ડ્રગ્સ મામલે કેસ નોંધવામાં આવ્યો…બાદમાં 600 કરોડના કોકેઈનની દાણચોરી અને મની લોન્ડરિંગના કેસમાં દંપતિ દોષી સાબિત થયા…હવે આ મામલે ગુનો સાબિત થતાં આ દંપતિ પર ઓસ્ટ્રેલિયા કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે…
મહત્વનું છે કે 6 વર્ષ પહેલા NRI દંપતિ પર જુનાગઢ જિલ્લાના કેશોદમાં બાળક ગોપાલ અને તેના બનેવીની હત્યા કરવાનો ગુન્હો નોંધાયો હતો…ઘણા વર્ષોથી લંડનમાં રહેતા મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદના કેવલજીત રાયજાદા અને તેની પત્ની આરતી ધીરે લંડનમાં રહીને ગોપાલનું અપરણ કરાવી અને હત્યા કરાવી હતી. હત્યા પાછળનું કારણ 1.2 કરોડ રૂપિયાનો વીમો હતું… આ દંપતીએ ગોપાલ સેજાણી નામના બાળકને 2015માં દત્તક લીધો હતો. અને તેની હત્યા કરીને 1.50 કરોડનો વીમો પકવવા બે શખ્સોની મદદ લીધી હતી…
બે શખ્સની મદદથી તેમના અપહરણ નું કાવતરું ઘડાયું અને બાદમાં ગોપાલ અને તેના બનેવીની અપહરણકર્તા સાથે હાથાપાઇમા ગંભીર ઇજા પહોંચી હતી…બાદમાં સારવાર દરમિયાન ગોપાલનું મોત થયું હતું..આ NRI દંપતિ એ ગોપાલનો રૂ 1.20 કરોડની વીમો લીધો હતો.આ વિમાની રકમ પોતે લઈ શકે તે માટે લંડન રહેતા દંપતીએ બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો…પોલીસે હત્યામાં સંડોવાયેલા નીતિશ મુંડ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.જેમાં 12 વર્ષના બાળક ગોપાલ અને તેના બનેવી હરશુખ કરડાણીની હત્યામાં NRI દંપતીની ભૂમિકાનો હોવાનો ખુલાસો થયો હતો… આજે આ દંપતીને સજા થતા માળીયા ખાતે પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.. પરંતુ વધુમાં તેઓનું કહેવું હતું કે સાચા અર્થમાં ન્યાય ત્યારે મળશે જ્યારે દોષિત દંપતિને ભારત લાવવામાં આવે અને તેના વિરૂધ્ધ કડક સજા કરવામાં આવે..